Gujarat News: ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં આ વખતે પરંપરાગત રાજકારણથી અલગ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ નોન-પોલિટિકલ (Non-political faces) બેકગ્રાઉન્ડ ધરાવતા ચહેરાઓને ટિકિટ આપી રાજકીય ગણિતમાં નવો પ્રયોગ કર્યો છે. લોકપ્રિયતા અને સ્વચ્છ છબીને ધ્યાનમાં રાખીને આવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
Non-political faces: સેલિબ્રિટી અને નવા ચહેરાઓને તક
આ વખતે ભાજપે ગાયક, સોશિયલ મીડિયા સ્ટાર અને જાણીતા ચહેરાઓને તક આપી છે:
રાજલ બારોટ (Rajal Barot)– ઉના નગરપાલિકા વોર્ડ નં. 7માંથી ઉમેદવાર
નેહા સુથાર (Neha Suthar) – વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા સીટ પરથી ચૂંટણી
અંકિતા પરમાર (Ankita Parmar) – તાલુકા પંચાયત બેઠક પરથી ઉમેદવારી
સોનલ ડેર (Sonal Dher) – ચાવંડ તાલુકા પંચાયત બેઠક પરથી ઉમેદવાર
આ તમામ ઉમેદવારો રાજકારણમાં નવા છે, પરંતુ પોતાના ક્ષેત્રમાં ઓળખ ધરાવે છે.

ભાજપની સ્ટ્રેટેજી શું છે?
ભાજપનો ફોકસ એ છે કે, નોન-પોલિટિકલ (Non-political faces) હોવા છતાં લોકપ્રિયતા ધરાવતા ચહેરાઓ લોકોમાં વિશ્વાસ પેદા કરે છે. ભૂતકાળમાં પણ પાર્ટીએ આવી જ સ્ટ્રેટેજી અપનાવી હતી, જેમાં જાણીતા ચહેરાઓને ચૂંટણીમાં ઉતારી સફળતા મેળવી હતી.
અન્ય પાર્ટીઓ પણ પાછળ નથી
માત્ર ભાજપ જ નહીં, અન્ય પક્ષો પણ આ ટ્રેન્ડ (Non-political faces) અપનાવી રહ્યા છે:
કોંગ્રેસએ રાજકોટમાં RJ આભા દેસાઈને ટિકિટ આપી
આમ આદમી પાર્ટીએ સુરતમાં ઈન્ફ્લુએન્સર સોના સિંઘને મેદાનમાં ઉતાર્યા
આ પગલાં ખાસ કરીને યુવાનો અને સોશિયલ મીડિયા પર સક્રિય મતદારોને આકર્ષવા માટે લેવામાં આવ્યા છે.
કેમ બદલાઈ રહ્યો છે રાજકારણ?
લોકપ્રિય ચહેરાઓ સરળતાથી લોકો સુધી પહોંચે છે
સોશિયલ મીડિયા ફોલોઅર્સ મતમાં ફેરવવાની ક્ષમતા
સ્વચ્છ છબી અને નવી વિચારસરણીનો લાભ
પરંપરાગત રાજકારણથી અલગ ઓળખ
શું રહેશે અસર?
આ નવા ટ્રેન્ડથી ચૂંટણીમાં સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની શક્યતા છે. જોકે, માત્ર લોકપ્રિયતા નહીં પરંતુ મેદાનમાં કામ કરવાની ક્ષમતા પણ મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો:‘ભાજપ હંમેશા પ્રજા વચ્ચે, વિપક્ષ માત્ર ચૂંટણીમાં જ દેખાય છે’, રાજકોટમાં જગદીશ વિશ્વકર્માનું નિવેદન
આ પણ વાંચો:કેશોદમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, 12 મહિલા કાર્યકરોએ આપ્યા રાજીનામાં
આ પણ વાંચો:રાજકોટમાં ટિકિટ મુદ્દે ભાજપમાં અસંતોષ, મહિલા કાર્યકર ભાવુક
