ઉત્તર પ્રદેશનાં મઉમાં સોમવારે સવારે સિલિન્ડર બ્લાસ્ટને કારણે બે માળનું મકાન ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં દસ લોકોનાં મોત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. વળી, 15 લોકો ઘાયલ થયા છે. ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. ત્યારે બચાવ કામગીરી ચાલુ છે.
7 dead and 15 injured after a two-storey building collapsed following a cylinder blast at a home in Mohammadabad, Mau. Several feared trapped. More details awaited. pic.twitter.com/cFr7Q0pEr4
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 14, 2019
ઘટના મોહમ્મદાબાદ કોતવાલી પોલીસ સ્ટેશનનાં વલીદપુર ગામની છે. સોમવારે સવારે સિલિન્ડર બ્લાસ્ટથી બે માળનું મકાન ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં દસ લોકોનાં મોત નીપજ્યાં હોવાનુ સામે આવી રહ્યુ છે. વળી, લગભગ 15 લોકો ઘાયલ થયા છે જ્યારે અન્ય ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

આ બાબતની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે વહીવટને નિર્દેશ આપ્યો છે. પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઠવાના પ્રયત્નો ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
