પીએમ મોદી આજે મન કી બાતમાં ઘણા મુદ્દાઓ પર બોલ્યા છે. દેશમાં ચાલી રહેલા સૌથી મોટા કોરોના સંકટને લઇને પણ વડાપ્રધાને પોતાની વાતને જનતા સમક્ષ પહોંચાડી છે. કોરોના સંકટનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, આજે આપણા દેશમાં રિકવરી દર અન્ય દેશો કરતા વધુ સારો છે. ઉપરાંત, આપણા દેશમાં કોરોનાથી મૃત્યુ દર પણ વિશ્વનાં મોટાભાગનાં દેશોની સરખામણીએ ખૂબ ઓછો છે.
પીએમ મોદીએ અપીલ કરી હતી કે, જ્યારે પણ તમને માસ્કને કારણે મુશ્કેલી લાગે છે તેને ઉતારી દેવાની ઇચ્છા થાય છે, ત્યારે એક ક્ષણ માટે, તે ડોકટરોને યાદ કરો, તે નર્સોને યાદ કરો, તે આપણા કોરોના યોદ્ધાઓને યાદ કરો. તેમણે કહ્યું કે, એક તરફ આપણે કોરોના સામે સંપૂર્ણ સજાગતા અને તકેદારી સાથે લડવાનુ છે, બીજી તરફ સખત મહેનતથી આપણે ધંધા, નોકરી, અધ્યયન, જે કંઇ પણ, આપણે ફરજો ભજવીએ છીએ, તેમા પણ ગતિ લાવવાની છે. તેને પણ એક ઉંચાઇ પર લઈ જવું પડશે.
કોરોના સમયગાળામાં, આપણા ગ્રામીણ વિસ્તારોએ સમગ્ર દેશને દિશા બતાવી છે. ગામમાંથી સ્થાનિક નાગરિકોનાં, ગ્રામ પંચાયતોનાં, અનેક સારા પ્રયત્નો સતત બહાર આવી રહ્યા છે. આ દરમિયાન તેમણે જમ્મુની ત્રેવા ગ્રામ પંચાયત અને ત્યાંની સરપંચ બલબીર કૌરની વાર્તા કહી. તેમણે કાશ્મીરી મહિલા સરપંચ જૈતુના બેગમની પ્રેરણાની કથા પણ સંભળાવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
