Not Set/ ધ્યાનચંદ હોકી ટૂર્નામેન્ટ રમવા ગયેલા 4 હોકી ખેલાડીઓનાં કાર અકસ્માતમાં થયા મોત

મધ્ય પ્રદેશનાં હોશંગાબાદ જિલ્લામાં કાર અકસ્માતમાં રાષ્ટ્રીય કક્ષાનાં ચાર હોકી ખેલાડીઓનાં મોત થયાં છે. વળી, ત્રણ લોકો આ અકસ્માતમાં ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડીએમએ આ કેસની તપાસનાં આદેશ આપી દીધા છે. Madhya Pradesh: Four national level hockey players dead, three injured, in a car accident in Hoshangabad pic.twitter.com/otLiRNQzoQ […]

Top Stories India

મધ્ય પ્રદેશનાં હોશંગાબાદ જિલ્લામાં કાર અકસ્માતમાં રાષ્ટ્રીય કક્ષાનાં ચાર હોકી ખેલાડીઓનાં મોત થયાં છે. વળી, ત્રણ લોકો આ અકસ્માતમાં ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડીએમએ આ કેસની તપાસનાં આદેશ આપી દીધા છે.

મળતી માહિતી મુજબ, ચારેય ખેલાડીઓ ધ્યાનચંદ હોકી ટૂર્નામેન્ટ રમવા માટે મધ્યપ્રદેશ પહોચ્યા હતા. ખેલાડીઓ ઇટારસી જતા હતા ત્યારે તેમની કાર બેકાબૂ થઇ ગઇ હતી અને એક ઝાડ સાથે તેની ટક્કર થઇ ગઇ અને નહેરમાં પડી ગઇ હતી. આ અકસ્માતમાં ચાર ખેલાડીઓનાં મોત નીપજ્યાં છે. વળી, ત્રણ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, “હોશંગાબાદનાં રૈસલપુરમાં ધ્યાનચંદ્ર ટ્રોફીમાં રમવા જઈ રહેલા હોકી ખેલાડીઓ શાહનવાઝ ખાન, આદર્શ હર્દુઆ, આશિષ લાલ અને અનિકેતની માર્ગ અકસ્માતમાં મોત નીપજતાનાં દુખદ સમાચાર મળ્યાં છે. ભગવાનને પ્રાર્થના કે સ્વર્ગસ્થ આત્માઓને શાંતિ આપે, પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે અને ઘાયલોને જલ્દી સ્વસ્થ કરે. ‘

પોલીસે માહિતી આપી હતી કે ઇટારસી તરફ જતાં ખેલાડીઓની કાર બેકાબુ થઇ એક ઝાડ સાથે અથડાઇ ગઇ હતી, જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. કારમાં કુલ 7 લોકો હતા. ત્રણ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, ઘાયલ થયેલા એક ખેલાડીની હાલત ગંભીર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.