Nashik IT Company Conversion Case: ફિલ્મોમાં જોવા મળતા અંડરકવર પોલીસ ઓપરેશન જેવી જ એક સાચી અને સનસનીખેજ ઘટના મહારાષ્ટ્રના નાસિકમાંથી સામે આવી છે. નાસિક સ્થિત એક પ્રખ્યાત મલ્ટીનેશનલ IT કંપની (TCS BPO) માં ચાલતા યૌન શોષણ અને બળજબરીપૂર્વક ધર્માંતરણના મોટા રેકેટનો મહારાષ્ટ્ર પોલીસે પર્દાફાશ કર્યો છે. 7 મહિલા પોલીસકર્મીઓએ પોતાની ઓળખ છુપાવીને આ જ કંપનીમાં નોકરી મેળવી અને એક સપ્તાહ સુધી અંડરકવર એજન્ટ તરીકે કામ કરી પાકા પુરાવા સાથે 6 મુસ્લિમ કટ્ટરપંથીઓની ધરપકડ કરી લીધી છે.
Nashik : જીન્સ-ટોપ છોડીને સલવાર-સૂટ પહેર્યા
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ એક હિન્દુ યુવતીના વર્તનમાં આવેલા અચાનક બદલાવથી થયો હતો. કંપનીમાં કામ કરતા કટ્ટરપંથીઓએ આ યુવતીનું એ હદે બ્રેઈનવોશ કર્યું હતું કે તેણે અચાનક જીન્સ-ટોપ પહેરવાનું છોડી દીધું, સલવાર-સૂટ પહેરવા લાગી અને રમઝાન મહિનામાં રોઝા રાખવાનું પણ શરૂ કરી દીધું.
દીકરીના વર્તનમાં આવેલો આ બદલાવ જોઈને હિન્દુ પરિવારને શંકા ગઈ. પરિવારે જ્યારે કડકાઈથી પૂછપરછ કરી, ત્યારે યુવતીએ કંપનીમાં ચાલતી કાળી કરતૂતોનો ભાંડો ફોડ્યો. પરિવારના કહેવા પર યુવતીએ મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં યૌન શોષણ, ધર્માંતરણ અને બળજબરીથી ગૌમાંસ ખવડાવવાની FIR નોંધાવી, પરંતુ પૂરતા પુરાવા ન હોવાથી પોલીસ સીધી ધરપકડ કરી શકે તેમ ન હતી.
7 મહિલા પોલીસકર્મીઓ બની ‘કર્મચારી’
આ હાઈ-પ્રોફાઈલ કેસના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે એક માસ્ટરપ્લાન બનાવ્યો. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, 7 મહિલા પોલીસકર્મીઓની એક ખાસ ટીમ બનાવવામાં આવી. આ લેડી સિંઘમ્સે પોતાની અસલી ઓળખ છુપાવીને સામાન્ય યુવતીઓની જેમ આ IT કંપનીમાં નોકરી મેળવી લીધી.
લગભગ એક સપ્તાહ સુધી આ મહિલા પોલીસકર્મીઓએ કંપનીની તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખી. તેમણે જાસૂસી કરીને કંપનીના 40 થી વધુ અલગ-અલગ CCTV ફૂટેજ એકત્ર કર્યા અને આરોપીઓ વિરુદ્ધ પાકા પુરાવા ભેગા કર્યા.
મીટિંગના બહાને અડપલાંનો આરોપ
પોલીસ તપાસમાં ભયાનક ખુલાસા થયા છે. પીડિતોમાં 8 મહિલાઓ (6 અપરિણીત, 2 પરિણીત) અને 1 પુરુષ સામેલ છે. પીડિતાઓએ આરોપ લગાવ્યો છે કે આરોપી ટીમ લીડર્સ મીટિંગના બહાને અને ઓફિસના સૂમસામ વિસ્તારોમાં તેમની સાથે શારીરિક અડપલાં કરતા હતા. હિન્દુ કર્મચારીઓને ટાર્ગેટ કરીને તેમને બુરખો પહેરવા, નમાઝ પઢવા, ગૌમાંસ ખાવા મજબૂર કરવા અને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. એક પીડિતાએ તો ત્યાં સુધી જણાવ્યું કે 2 આરોપીઓએ તેને કંપનીની બહાર લઈ જઈને તેની સાથે દુષ્કર્મ (Rape) પણ આચર્યો હતો.
6 આરોપી ટીમ લીડર્સની ધરપકડ
પાકા પુરાવા મળતા જ પોલીસે એક્શન લઈને કંપનીના 6 આરોપી ટીમ લીડર્સની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં આસિફ અંસારી, શફી શેખ, શાહરૂખ કુરેશી, રઝા મેમણ, તૌસીફ અત્તાર અને દાનિશ શેખનો સમાવેશ થાય છે. જ્યારે એક આરોપી મહિલા હજુ ફરાર છે.
આ ઘટનાના વિરોધમાં 10 એપ્રિલ (શુક્રવારે) ભાજપના કાર્યકરોએ IT કંપની બહાર ઉગ્ર પ્રદર્શન કરી કડક કાર્યવાહીની માંગ કરી હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે સઘન તપાસના આદેશ આપ્યા છે. અત્યાર સુધીમાં યૌન શોષણ અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ કુલ 9 FIR (મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં 8 અને દેવલાલીમાં 1) નોંધવામાં આવી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં 6 વર્ષની માસૂમ બાળકી પર એસિડ એટેક
આ પણ વાંચો: જળસંચય અભિયાન હેઠળ 45 ગામે વિકાસ કાર્યનો પ્રારંભ
આ પણ વાંચો: સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા CM ભૂપેન્દ્ર પટેલે નીરના વધામણા કર્યા
