Not Set/ કોલકતા : ભાજપ સાંસદનાં પુત્રની પોલીસે કરી ધરપકડ, જાણો શું છે કારણ

અભિનેત્રીથી ભાજપનાં સાંસદ બનેલા રૂપા ગાંગુલીનાં પુત્રને દક્ષિણ કોલકાતાની એક ક્લબની દિવાલમાં પોતાની કારથી ટક્કર મારવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે, ગુરુવારે રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના માટે આકાશ મુખર્જી (21) ને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમે તેમને બેદરકારીથી […]

India

અભિનેત્રીથી ભાજપનાં સાંસદ બનેલા રૂપા ગાંગુલીનાં પુત્રને દક્ષિણ કોલકાતાની એક ક્લબની દિવાલમાં પોતાની કારથી ટક્કર મારવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે, ગુરુવારે રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના માટે આકાશ મુખર્જી (21) ને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમે તેમને બેદરકારીથી વાહન ચલાવવા અને સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ તેમની ધરપકડ કરી છે. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. તપાસ કરવા માટે તેનો લોહીનો નમૂનો લેવામાં આવ્યો છે કે તે દારૂનાં નશામાં ડ્રાઈવિંગનો મામલો તો નથીને. કારને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.’ તેમણે વધુમાં જણાવ્યુ કે, મુખર્જીને બાદમાં અલીપુરની એક કોર્ટમાં હાજર કરવામાં આવશે.

સ્થાનિકોએ દાવો કર્યો હતો કે, ઘણા લોકો આ અકસ્માતમાં બચી ગયા હતા, કારણ કે કાર વધુ ગતિથી જઇ રહી હતી. તેમણે જણાવ્યું હતું કે કાર શહેરનાં ગોલ્ફ ગ્રીન વિસ્તારમાં રોયલ કલકત્તા ગોલ્ફ ક્લબ (આરસીજીસી) ની સીમમાં અથડાઇ હતી, જેના કારણે તેનો એક ભાગ નીચે પડી ગયો હતો. ડ્રાઈવર અંદર અટવાયો હતો. જોકે, મુખર્જી પોતાના પિતાની મદદથી કારમાંથી બહાર નીકળ્યો હતો. અવાજ સાંભળીને તેના પિતા નજીકનાં તેમના એપાર્ટમેન્ટમાંથી ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

રૂપા ગાંગુલીએ ગુરુવારે ટ્વીટ કર્યું હતું કે, કાયદાએ તેનું કામ કરવું જોઈએ. તેણે કહ્યું, ‘મારા પુત્ર સાથે એમવાય રેજીડેંસની નજીક એક દુર્ઘટના થઇ. મેં પોલીસને કાયદા મુજબ આ મામલે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કૃપા કરીને કોઈ પક્ષપાત/રાજકારણ નહીં. હું મારા પુત્રને પ્રેમ કરું છું અને તેની સંભાળ રાખીશ પણ કાયદાએ તેનું કામ કરવું જોઈએ.’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ટ્વિટમાં ટેગ કરતા રાજ્યસભાનાં સભ્યએ હિન્દીમાં કહ્યું હતું કે, “હું ખોટું કરતી નથી અને હું ખોટું સહન કરતી નથી.” હું બિકાઉ નથી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.