Ahmedabad News/ Live: અમદાવાદ પ્લેન ક્રેશમાં તમામ મુસાફરોના મોત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યુ છે. અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં મેઘાણીનગર વિસ્તારમાં ગુજસેલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ (Plane Crash) થવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પ્લેન ક્રેશ થતાં ધૂમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યાં છે. જાનહાનિની કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી. અમદાવાદમાં IGB કમ્પાઉન્ડની પાછળ વિમાન દુર્ઘટના સર્જાઈ છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થયું હોવાની વિગતો સામે આવી છે. પૂર્વ CM વિજય રૂપાણીનું વિમાન અકસ્માત થતાં સારવાર બાદ નિધન થયું છે. જોકે, પરિમલ નથવાણીએ ટ્વીટ કર્યા બાદ ડિલિટ કરી નાખી છે. મળતી વિગતો મુજબ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોનાં મોત થયા છે.

ટાટા ગ્રુપે મૃતકો માટે 1 કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી.

અમદાવાદ વિમાન દુર્ઘટના પર, ટાટા ગ્રુપે જાહેરાત કરી છે કે તે દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપશે. ગ્રુપે કહ્યું છે કે અમે ઘાયલોના તબીબી ખર્ચ પણ ઉઠાવીશું. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું છે કે અમે ખાતરી કરીશું કે તેમને તમામ જરૂરી સંભાળ અને સહાય મળે. આ ઉપરાંત, અમે બીજે મેડિકલના હોસ્ટેલના નિર્માણમાં સહાય પૂરી પાડીશું.

LIVE: અમદાવાદ પોલીસે વિદેશી મીડિયાને જણાવ્યા મુજબ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં તમામ મુસાફરોનાં મોત થયાનું જણાવ્યું છે.

CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચી દુર્ઘટનાની વિગતો મેળવી રહ્યાં છે. કાર્ગો મોટરના પ્રમુખ નંદા, ડિરેક્ટર લુબીના ડિરેક્ટર સુભાષ અમીન પણ પ્લેનમાં સવાર હતા.

<

p style=”text-align: justify;”>અમદાવાદ શહેર પોલીસે પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે ઈમરજન્સી નંબર જાહેર કર્યો છે. CM ભૂપેન્દ્ર પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. અમદાવાદ સિવિલમાં 2 હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે.

Image

લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિમાન દુર્ઘટનાને લઈ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યુ છે.
<

p style=”text-align: justify;”>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી લખ્યું છે કે અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને સ્તબ્ધ અને દુઃખી કર્યા છે. તે શબ્દોમાં કહી શકાય નહીં તેવું હૃદયદ્રાવક છે. આ દુઃખદ ઘડીમાં, મારી સંવેદના તેનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે છે. અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું.

UKના વડાપ્રધાન કૈર સ્ટાર્મરે અમદાવાદ પ્લેન ક્રેશ પર તમામ વિગતો મેળવી રહ્યાં છે. મૃતકોને લઈ સાંત્વના પાઠવી છે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે દુખ વ્યક્ત કર્યુ છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે.
<

અમદાવાદના આર્મી કેન્ટ ખાતે ભારતીય સેનાએ તેની સીમા દિવાલ તોડી નાખી છે જેથી અકસ્માત સ્થળ સુધી સરળતાથી પહોંચી શકાય. હાલમાં સિવિલ એરિયાથી અકસ્માત સ્થળ તરફ જવા માટે એક સાંકડો રસ્તો ઉપલબ્ધ છે.

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

p style=”text-align: justify;”>ATSની ટીમ દુર્ઘટનાસ્થળે પહોંચી છે. એર ઈન્ડિયાએ ઈમરજન્સી નંબર જાહેર કર્યો છે. ફ્લાઈટમાં 11 બાળકો અને 2 નવજાત શિશુ હતા. પૂર્વ મુખ્યમંત્રી હાલ વિજય રૂપાણી સારવાર હેઠળ છે. અમિત શાહે રાજ્ય પોલીસ વડા સાથે વાતચીત કરી ઘટનાનો તાગ મેળવ્યો છે. મેડિકલ કોલેજનાં 50 થી 60 વિદ્યાર્થીઓનાં મોત થયાની આશંકા છે. મૃતદેહો ઢાંકવા મહિલાઓઓ પોતાની સાડીઓ આપી છે. જે.પી. નડ્ડાએ સી.આર. પાટીલ સાથે વાતચીત કરી છે.

ગૌતમ અદાણીએ અમદાવાદએરપોર્ટ પર થયેલ વિમાન દુર્ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યુ છે. મૃતકો તેમજ ઘાયલોનાં પરિવારને જરૂરી મદદ કરવાની તૈયારી દાખવી છે.
<

p style=”text-align: justify;”>PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા દિલ્હીથી રવાના થઈ ગયા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવાની કામગીરી હાથ ધરી છે.

એરપોર્ટ ઓથોરિટીએ ફ્લાઈટમાં સવાર મુસાફરોનું લિસ્ટ જાહેર કર્યુ છે. 30 મુસાફરોના મોત થયાની આશંકા સેવાઈ રહી છે. 1 મુસાફર કેનેડાનો, 53 બ્રિટન, 7 પોર્ટુગીઝ, 169 ભારતીયોન હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. 2 પાયલોટ અને 10 ક્રૂ મેમ્બર ફ્લાઈટમાં હતા. પ્લેન 12 વર્ષ જૂનું હતું.

New Doc 06-12-2025 13.57.22

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી અમદાવાદ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દુર્ઘટનાસ્થળે પહોંચ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકે્શ પટેલ થોડીવારમાં સિવિલ હોસ્પિટલ પહોંચશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. પૂર્વ CM વિજય રૂપાણી પણ પ્લેનમાં હોવાની શક્યતા છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર ઘટનાની વિગતો મેળવી છે. NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરીમાં જોતરાઈ ગઈ છે. BSF ટીમ રેસ્ક્યૂ માટે રવાના થઈ ગઈ છે.

અમદાવાદ શહેરમાં મેઘાણીનગર વિસ્તારમાં ગુજસેલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ (Plane Crash) થયું છે. વિમાનમાં 242 મુસાફરો સવાર હોવાની માહિતી મળી રહી છે. 171 એર ઈન્ડિયા બોઈંગ વિમાન ટેક ઓફ થતાં ક્રેશ થયું હોવાની માહિતી મળી રહી છે. હાલ આગ ઓલવવાના પ્રયાસ થઈ રહ્યાં છે. અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં 133 જેટલા મુસાફરોમાંથી 25નાં મોત થયાની વિગતો પ્રાપ્ત થઈ છે.

Image

અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યાં છે. ટેક ઓફ થયાની 10 મિનિટમાં જ પ્લેન બિલ્ડીંગ સાથે અથડાતા 242 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પ્લેન ક્રેશ થતાં નજીકના ઈમારતો બળીને ભસ્મિભૂત થઈ છે. ઘટનાની નજીકના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડભોઇમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્દઘાટન કરી વિદ્યારંભ કરાવ્યો

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ શહેર-જિલ્લાને આપી રૂ. ૫૫૭ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ