Gandhinagar News/ GPSSB પંચાયત સેવા વર્ગ-3 ભરતી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો કઈ પરીક્ષા ક્યારે?

GPSSB (GPSSB Exam Schedule 2026) દ્વારા પંચાયત સેવા વર્ગ-3 ભરતી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પશુધન નિરીક્ષક, જુનિયર ફાર્માસિસ્ટ અને અધિક મદદનીશ ઇજનેર સહિતની પરીક્ષાની તારીખો જાહેર થતા ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
GPSSB Exam Schedule 2026:ભરતી પરીક્ષાઓ આ તારીખે યોજાશે

Gandhinagar News: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB Exam Schedule 2026) દ્વારા પંચાયત સેવા વર્ગ-3 ભરતી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વિવિધ પોસ્ટ માટેની પરીક્ષાની તારીખો જાહેર થતા હજારો ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ઉમેદવારો હવે પોતાની તૈયારીને અંતિમ તબક્કે પહોંચાડવામાં વ્યસ્ત બન્યા છે.

GPSSB Exam Schedule 2026: પશુધન નિરીક્ષકની પરીક્ષા 20 જૂને

GPSSB  (GPSSB Exam Schedule 2026) દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ પશુધન નિરીક્ષકની પરીક્ષા 20 જૂન 2026ના રોજ યોજાશે.આ ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ અરજી નોંધાવી હોવાનું જાણવા મળે છે.

જુનિયર ફાર્માસિસ્ટ પરીક્ષા 24 જૂને

જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ-3ની પરીક્ષા 24 જૂન 2026ના રોજ લેવામાં આવશે.ફાર્માસિસ્ટ ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારોમાં તારીખ જાહેર થતાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

અધિક મદદનીશ ઇજનેર પરીક્ષા 4 જુલાઈએ

અધિક મદદનીશ ઇજનેર વર્ગ-3ની પરીક્ષા 4 જુલાઈ 2026ના રોજ યોજાનાર છે. ઇજનેરી ક્ષેત્રના ઉમેદવારો માટે આ ભરતી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે તમામ માહિતી

GPSSB (GPSSB Exam Schedule 2026) દ્વારા ઉમેદવારોને સત્તાવાર વેબસાઈટ નિયમિત રીતે ચેક કરવાની સૂચના આપવામાં આવી છે. કોલ લેટર, પરીક્ષા કેન્દ્ર અને અન્ય મહત્વપૂર્ણ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે.


આ પણ વાંચો:ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો

આ પણ વાંચો:IPS હસમુખ પટેલને GPSCના ચેરમેન બનાવાયા

આ પણ વાંચો:જુનિયર ક્લાર્ક પેપર લીક અંગે સરકાર એક્શનમાં, સરકાર લાવી શકે છે કાયદો