Not Set/ વડોદરા/ 3 દિવસથી ગુમ થઇ હતી યુવતી, તળાવમાંથી તાડપત્રીમાં વીંટાળેલ હાલતમાં મળી લાશ

વડોદરામાં છેલ્લા 3 દિવસથી એક યુવતીની ગુમ થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી જેથી તપાસ દરમિયાન આ યુવતી ખુશ્બુની લાશ નવીનગરી પાસે આવેલા તળાવમાં તાડપત્રીમાં વીંટાળેલ હાલત મળી આવી છે. મળતી મહિતી અનુસાર વડોદરા જિલ્લાનાં પાદરા તાલુકાનાં ચાણસદ ગામની રહેતી 20 વર્ષની ખુશ્બુ છેલ્લા 3 દિવસથી લાપતા […]

Top Stories Gujarat Vadodara

વડોદરામાં છેલ્લા 3 દિવસથી એક યુવતીની ગુમ થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી જેથી તપાસ દરમિયાન આ યુવતી ખુશ્બુની લાશ નવીનગરી પાસે આવેલા તળાવમાં તાડપત્રીમાં વીંટાળેલ હાલત મળી આવી છે.

મળતી મહિતી અનુસાર વડોદરા જિલ્લાનાં પાદરા તાલુકાનાં ચાણસદ ગામની રહેતી 20 વર્ષની ખુશ્બુ છેલ્લા 3 દિવસથી લાપતા હતી જેથી પોલીસ અને તેના પરિવારજનોએ તેની શોધખોળ શરુ કરી હતી. શોધખોળ દરમિયાન આજે તેની લાશ ચાણસદ ગામનાં નવીનગરી પાસે આવેલ તળાવમાં તાડપત્રીમાં વિંટાળેલ હાલત મળી આવી હતી.

આપને જણાવી દઈએ કે ખુશ્બુ મહારાજા સયાજી રાવ યુનિવર્સીટીનાં કોમર્સનાં ત્રીજા વર્ષની વિદ્યાર્થીની હતી.

પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે હત્યા થઇ હોવાનું માની રહી છે. પાદરા પોલીસ સહીત વડોદરા LCB પણ તપાસમાં જોડાઈ છે. સ્થાનિકોનાં જણાવ્યાં પ્રમાણે ચાણસદમાં રહીને વડોદરા એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી આ યુવતી ઘણીજ મળતાવડા સ્વભાવની હતી. સ્થાનિક પોલીસે ખુશ્બુનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. પોલીસનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યાં બાદ કઈ રીતે ખુશ્બુનું મોત નીપજ્યું છે તેની વિગતો બહાર આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.