Mehsana news/ ખેડૂતો માટે મોટી પહેલ! વિસનગરમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ, ખર્ચ ઘટાડવા રાજ્યપાલની અપીલ

Visnagar Natural Farming: વિસનગર APMC ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો. ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, જમીનની ફળદ્રુપતા, જળ સંરક્ષણ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું.

Gujarat Top Stories Others
Visnagar Natural Farming: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને આપ્યું માર્ગદર્શન

Visnagar News: વિસનગર એપીએમસી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં (Visnagar Natural Farming) આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાં અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

Visnagar Natural Farming: ઓછા ખર્ચે વધુ ઉત્પાદન પર ભાર

Visnagar Natural Farming: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને આપ્યું માર્ગદર્શન
Visnagar Natural Farming: વિસનગરમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

Visnagar Natural Farming: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને આપ્યું માર્ગદર્શન

પરિસંવાદ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Acharya Devvrat) ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીના ફાયદા અને તેની વ્યવહારુ પદ્ધતિઓ અંગે વિસ્તૃત સંવાદ કર્યો (Natural Agriculture Conference) હતો. તેમણે ઓછા ખર્ચે ખેતી કરીને ઉત્પાદન વધારવા તેમજ ખેતીમાં થતા બિનજરૂરી ખર્ચને ઘટાડવા પર ભાર મૂક્યો હતો. રાજ્યપાલે પોતાના અનુભવનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે રાસાયણિક ખેતીમાં એક એકર પાછળ અંદાજે રૂ.20 હજારનો ખર્ચ થાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં આ ખર્ચ આશરે રૂ.2 હજાર સુધી રહી શકે છે. તેમના જણાવ્યા મુજબ યોગ્ય પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો શરૂઆતથી જ સારું ઉત્પાદન મેળવી શકાય છે અને સમય જતાં જમીનની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે.

Visnagar Natural Farming: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને આપ્યું માર્ગદર્શન

રાજ્યપાલે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિશય ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાનો નાશ થવા ઉપરાંત પક્ષીઓની કેટલીક પ્રજાતિઓ પણ ઘટી રહી છે. વરસાદી પાણી જમીનમાં પૂરતા પ્રમાણમાં ન ઉતરવાથી પૂર અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાવા પાછળ પણ જમીનની બદલાયેલી સ્થિતિ એક મહત્વનું કારણ હોવાનું તેમણે જણાવ્યું હતું.

Visnagar Natural Farming: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને આપ્યું માર્ગદર્શન
Visnagar Natural Farming: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને આપ્યું માર્ગદર્શન

જમીનની ફળદ્રુપતા જાળવવા પ્રાકૃતિક ખેતી

Visnagar Natural Farming: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને આપ્યું માર્ગદર્શન

ખેતીમાં જમીનની ગુણવત્તા જાળવવી અને તેની ફળદ્રુપતા વધારવી જરૂરી હોવાનું જણાવતાં પ્રાકૃતિક ખેતીના માધ્યમથી માટીનું સ્વાસ્થ્ય સુધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ લાંબા ગાળે જમીનની ગુણવત્તા જળવાઈ રહે તે માટે કુદરતી પદ્ધતિઓ અપનાવવા ખેડૂતોને પ્રેરણા આપવામાં આવી હતી.

Visnagar Natural Farming: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને આપ્યું માર્ગદર્શન

જળ સંરક્ષણ અને ગાય આધારિત ખેતી

Visnagar Natural Farming: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને આપ્યું માર્ગદર્શન

કાર્યક્રમમાં જળ સંરક્ષણ તથા ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના વિવિધ (Organic Farming) લાભો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોના પ્રશ્નો સાંભળીને તેમના નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Visnagar Natural Farming: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને આપ્યું માર્ગદર્શન

પ્રાકૃતિક ખેતીને માત્ર ખેતીની પદ્ધતિ નહીં પરંતુ જમીન, પાણી અને પર્યાવરણના સંરક્ષણ સાથે જોડાયેલી વિચારધારા તરીકે રજૂ કરવામાં આવી હતી. ખેડૂતોને રસાયણમુક્ત, સ્વાસ્થ્યવર્ધક અને ટકાઉ ખેતી તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Visnagar Natural Farming: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને આપ્યું માર્ગદર્શન

પરિસંવાદમાં સાંસદ હરિ પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ પાસાં અંગે માહિતી મળી હતી અને ખેતીને વધુ ટકાઉ તથા ખર્ચ-અસરકારક બનાવવાના માર્ગો અંગે ચર્ચા થઈ હતી.

મંત્રી ઋષિકેશ પટેલે પણ ખેડૂતોને અપીલ કરી

Visnagar Natural Farming: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને આપ્યું માર્ગદર્શન
Visnagar Natural Farming: મંત્રી ઋષિકેશ પટેલની ખેડૂતોને અપીલ

આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઉપરાંત આરોગ્ય અને પર્યાવરણ સામે પણ પડકારો ઊભા થયા છે. તેમણે ખેડૂતો અને યુવાઓને પશુપાલન સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી. પોતાની જમીનના નાના ભાગથી પણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી શકાય છે તેમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો: ગૂજરાત વિદ્યાપીઠનો 70મો પદવીદાન સમારોહ, આચાર્ય દેવવ્રતે ‘સાદું જીવન-ઉચ્ચ વિચાર’નો સંદેશ આપ્યો

આ પણ વાંચો: આચાર્ય દેવવ્રત સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે — ગ્રામ્ય જીવન સાથે સહજ જોડાણ

આ પણ વાંચો: ડીસામાં બનશે એશિયાનું પહેલું ડેઝર્ટ ઝૂ! કરોડોના પ્રોજેક્ટને CZAની મંજૂરી, નાઇટ સફારી બનશે સૌથી મોટું આકર્ષણ