Dahegam News/ દહેગામ નજીક કેમિકલયુક્ત પાણી ઠલવાતા લોકો અને પશુધનના સ્વાસ્થ્ય પર ખતરો

શુઓ આ પાણી પીવાથી ચામડીના ગંભીર રોગો અને ખંજવાળના ગંભીર રોગોનો ભોગ બને છે

Gujarat Others

Dahegam News : દહેગામ તાલુકાના રબારીની મુવાડીના ગ્રામજનો રોગચાળા અને ગંભીર પ્રદૂષણનો રોગચાળા ભયનો સામનો કરી રહ્યા છે. ગામ નજીકથી પસાર થતા ‘વાટલીયો વહેરો’માં દહેગામ નગરપાલિકાના ગટરના પાણી ઉપરાંત રાત્રિના સમયે અજાણ્યા તત્વો દ્વારા કેમિકલયુક્ત ઝેરી પાણી ઠાલવવામાં આવે છે. આના કારણે સ્થાનિકોનું જીવન મુશ્કેલ બન્યું છે.

150થી વધુ રબારી પરિવારો રબારીની મુવાડીમાં વસવાટ કરે છે, જેઓ મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, વહેરામાં આવતા કેમિકલયુક્ત પાણીને કારણે તેમનું પશુધન જોખમમાં મુકાયું છે. પશુઓ આ પાણી પીવાથી ચામડીના ગંભીર રોગો અને ખંજવાળના ગંભીર રોગોનો ભોગ બને છે. અત્યાર સુધીમાં કેટલીક ભેસો અને ગાયોના મૃત્યુ પણ થયા હોવાનો દાવો ગ્રામજનોનો દાવો છે.

મનુષ્યોને પણ આ પાણીના સંપર્કમાં આવતા આખા શરીરે ખંજવાળ ઉપડે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વાટલીયો વહેરો દહેગામ નગરપાલિકાની હદમાંથી પસાર થઈ ભોઈ વડોદરા અને વટવા ગામ થઈને મેશ્વો નદીમાં ભળે છે.ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે રાત્રિના અંધારામાં કોઈ ફેક્ટરીઓ દ્વારા આ વહેરામાં કેમિકલ ઠાલવવામાં આવે છે. જેના કારણે ફીણના ગોટેગોટા પાણી ઉપર જોવા મળે છે અને આસપાસના વિસ્તારમાં અતિશય દુર્ગંધ ફેલાય છે. જોકે, તડકો પડતા ફીણ ઓછું થઈ જાય છે.

ગામલોકોએ આક્ષેપ કર્યો છે કે દહેગામ-કપડવંજ હાઇવે પર હરખજીના મુવાડા નજીક આવેલા વિપુલ ફાર્મ વિસ્તાર બાજુ આવેલી કોઈ ફેક્ટરીમાંથી મોડી રાત્રે ટેન્કરો દ્વારા આ કેમિકલ છોડવામાં આવે છે. ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક માગ કરી છે કે કેમિકલ છોડતી ફેક્ટરીઓ અને રાત્રિના સમયે ટેન્કરો ખાલી કરનારા તત્વોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ઝેરી કેમિકલનું પાણી વહેરામાં આવતું તાત્કાલિક બંધ કરવામાં આવે.

જો આ કેમિકલયુક્ત પાણી બંધ નહીં થાય, તો રબારીની મુવાડી અને આસપાસના વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ગ્રામજનોને સતાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Junagadh News/ગીરનારની લીલી પરિક્રમામાં હાર્ટ એટેકથી કુલ 9 લોકોના મોત નીપજ્યા

આ પણ વાંચો: Junagadh News/જૂનાગઢ લીલી પરિક્રમા કેમ બે દિવસ વહેલા શરૂ કરવામાં આવી, જાણો કારણ

આ પણ વાંચો: Junagadh News/ગિરનારની લીલી પરિક્રમા કરતા પહેલાં આ બાબતો જાણી લો