Surendranagar News/ પોલીસ પ્રોટેક્શન સાથે કામ શરૂ થતા ખેડૂતોમાં રોષ, કોંઢમાં તંગદિલી

સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં પાવરગ્રીડ કંપની (Powergrid Protest) સામે ખેડૂતોનો ભારે વિરોધ… પૂરતું વળતર અને કોરિડોરમાં કામગીરી કરવાની માંગ સાથે 5થી વધુ ગામના ખેડૂતો એકઠા થયા.

Top Stories Gujarat Others Breaking News
Powergrid Protest:સુરેન્દ્રનગરમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ

Surendranagar News: સુરેન્દ્રનગર  જિલ્લાના કોંઢ ગામમાં પાવરગ્રીડ કંપની (Powergrid Protest) દ્વારા નાખવામાં આવતી વીજ લાઈન મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પૂરતું વળતર ચૂકવ્યા વગર પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો વિરોધ પર ઉતરી આવ્યા હતા.

પાવરગ્રીડ (Powergrid Protest) સામે રોષ

મળતી માહિતી મુજબ, કોંઢ સહિત આસપાસના પાંચથી વધુ ગામોના ખેડૂતો એકઠા થઈ પાવરગ્રીડ કંપની (Powergrid Protest)ની કામગીરી બંધ કરાવી હતી. ખેડૂતોનું કહેવું છે કે કંપની દ્વારા નક્કી કરાયેલા કોરિડોરની અંદર રહી કામગીરી કરવામાં આવતી નથી અને યોગ્ય વળતર પણ આપવામાં આવતું નથી.

ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીન અને ખેતીને અસર થવા છતાં પૂરતું વળતર ચૂકવવામાં આવ્યું નથી. ઉપરાંત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ થતાં સ્થાનિકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો.સ્થળ પર ખેડૂતો અને કંપનીના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા મામલો ગરમાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા DYSP, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), SOG સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો.

ખેડૂતોની મુખ્ય માંગ છે કે પાવરગ્રીડ કંપની (Powergrid Protest) કોરિડોરની મર્યાદામાં રહીને જ કામગીરી કરે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય તથા પૂરતું વળતર ચૂકવવામાં આવે. ખેડૂતોે ચેતવણી આપી છે કે તેમની માંગો નહીં સંતોષાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.હાલ સમગ્ર મામલે તંગદિલીનો માહોલ સર્જાયો છે અને વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો:11 ગામોના ખેડૂતોનો HUDA વિરોધ: 7 હજાર કાર્યકર્તાઓ રાજીનામું આપશે

આ પણ વાંચો:કોંગ્રેસ પાર્ટી 6 થી 13 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓને આવરી લેતા ખેડૂતોના વિરોધ કૂચનું આયોજન કરશે

આ પણ વાંચો:જેતપુરમાં પ્રદૂષણ માફિયા બેફામ! ભાદર નદીમાં કેમિકલના ફીણની ચાદર છવાઈ, ખેડૂતોનો ઉગ્ર વિરોધ