Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ આપ પણ થઇ શકો છો સિમ સ્વેપ ફ્રોડનો શિકાર, બચવા માટે જાણી લો આટલી વાતો

હાલમાં સિમ સ્વેપ સૌથી મોટા સાયબર ફ્રોડ રૂપે સામે આવ્યું છે. દિલ્હી, બેંગ્લોર અને કોલકાતામાં કાર્ડ સ્વેપના ઘણા મામલાઓ સામે આવ્યા છે. આ નવી રીતની ધોખાધડીનો શિકાર મોટા ભાગે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકો થઇ રહ્યા છે. જેમની પાસેથી મિનિટોમાં જ પૈસા લૂંટવામાં આવી રહ્યા છે. શહેરોમાં રહેતા ઘણા લોકો આ ફ્રોડનો શિકાર થઇ રહ્યા છે. […]

July 12, 2018Jay Mehta
Top Stories India Tech & Auto

હાલમાં સિમ સ્વેપ સૌથી મોટા સાયબર ફ્રોડ રૂપે સામે આવ્યું છે. દિલ્હી, બેંગ્લોર અને કોલકાતામાં કાર્ડ સ્વેપના ઘણા મામલાઓ સામે આવ્યા છે. આ નવી રીતની ધોખાધડીનો શિકાર મોટા ભાગે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકો થઇ રહ્યા છે. જેમની પાસેથી મિનિટોમાં જ પૈસા લૂંટવામાં આવી રહ્યા છે. શહેરોમાં રહેતા ઘણા લોકો આ ફ્રોડનો શિકાર થઇ રહ્યા છે. સિમ સ્વેપ ફ્રોડ કરવાની ઘણી રીતો છે.

સિમ સ્વેપ એક મોબાઈલ નંબર પર નવું સિમ મેળવવાની પ્રક્રિયા છે. હકીકતમાં ફ્રોડ કરવાવાળા આપના નંબર પર એક નવો મોબાઈલ નંબર નીકાળે છે. આપનું સિમ કાર્ડ કામ કરવાનું બંધ કરી દે છે. અને આપનો નંબર ઇનવેલિડ થઇ જાય છે. ફ્રોડ કરવાવાળા પાસે આપનો નંબર આવી જાય છે, જેનાથી તેઓ સરળતાથી બેન્ક ટ્રાન્ઝેક્શન અથવા કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરી શકે છે.

સિમ સ્વેપ ફ્રોડની સૌથી સરળ રીત એક કોલથી શરુ થાય છે. આપને એક કોલ આવશે જેમાં ફ્રોડકર્તા ખુદને ટેલિકોમ કંપનીના એક્ઝિક્યુટિવ બતાવશે. આ કોલને રૂટિન કોલ કહેશે અને નેટવર્ક સારું બનાવવા માટે આપનો ફોન નંબર માંગશે. આટલુંજ નહિ આ લોકો સારી ડેટા ઓફર્સ અને નવા પ્લાન આપવાની પણ વાતો કરે છે.
સ્કેમ કોલર આપના સિમ પર પ્રિન્ટ થયેલો 20 ડિજીટનો નંબર માંગશે. પરંતુ ભૂલથી પણ એમને આ 20 ડિજીટનો નંબર ના આપશો.

જો તમે 20 ડિજીટવાળો સિમ નંબર સ્કેમ કરવાવાળા ને આપશો, તો તેઓ આપને 1 દબાવવાની સલાહ આપશે. આવું કરવાનો મતલબ થશે કે આપ સિમ સ્વેપ કરવાની મંજૂરી આપી રહ્યા છો. આપના યુનિક નંબરથી તેઓ ટેલિકોમ કંપનીને સિમ સ્વેપ કરવાનું આવેદન કરશે. ટેલિકોમ કંપનીને લાગશે કે રિક્વેસ્ટ આપના તરફથી આવી છે. આ રીતે આપનો નંબર હાઇજેક કરવામાં આવશે.

એક વાર આપનું સિમ સ્વેપ થઇ ગયા બાદ સિમ કામ કરવાનું બંધ કરી દેશે. અને સ્વિમ સ્વેપ કરવાવાળા પાસે આપનો નંબર હશે.

આવા મામલાઓમાં આપના બેન્ક એકાઉન્ટનું આઈડી અને પાસવર્ડ પહેલેથી જ એમની પાસે હોય છે. અને સ્વિમ સ્વેપ દ્વારા ફ્રોડ કરવાવાળા લોકો આપનો ઓટીપી પણ લઇ લે છે. અને બેન્ક એકાઉન્ટ માંથી પૈસા ઉપાડી લે છે.

Post navigation

ગુજરાતમાં વરસાદના લીધે એક નેશનલ, ત્રણ સ્ટેટ સહીત કુલ ૧૯૭ માર્ગો બંધ કરાયા
સુરત: ક્યાંર કહેર તો ક્યાંક મહેર, નદીઓ ગાંડીતૂર બની બે કાંઠે

More Posts

કોમનવેલ્થ ગેમ્સ

Ahmedabad News/ અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળશે કે નહિ તેની સત્તાવાર જાહેરાત આજે સાંજે થવાની શક્યતા

November 26, 2025November 27, 2025Panara Mansi

Not Set/ ધારાસભ્ય વસોયા, દુધાત અને પાસ કન્વીનર હાર્દિક પટેલને મુકત કરાયા

August 11, 2018August 11, 2018mantavya

Not Set/ રાહુલ ગાંધીએ લોકતંત્ર બચાવવા શરૂ કર્યુ નવુ કેમ્પેન, લોકોને કરી આ અપીલ

July 26, 2020Bhavesh Vyas
Gas Leak

india news/ પશ્ચિમ બંગાળમાં બરફની ફેક્ટરીમાંથી અમોનિયા ગેસ લીક, 25 લોકો બીમાર

August 24, 2026Reena Mamnani

Telangana Election 2023/ ચંદ્રબાબુ નાયડુની પાર્ટી TDPએ તેલંગાણા વિધાનસભાની ચૂંટણી નહીં લડવાનો લીધો નિર્ણય

October 31, 2023garima rao
Ujjal Bhuyan

Delhi News/ હાઈકોર્ટ જજની બદલીમાં કેન્દ્રની દખલગીરી સામે સુપ્રીમ કોર્ટના જજ નારાજ

January 24, 2026January 24, 2026Kinjal Pradipkumar Patel
Gujarat Weather

Gujarat News/ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસું પાછું ખેંચાવાની શક્યતા

September 20, 2026September 20, 2026Kavita Solanki

Income tax raid/ ગુજરાતમાં આર.આર. કેબલ કંપનીને ત્યાં આઇટી ત્રાટક્યુ

November 29, 2023jani

વિશ્લેષણ/ ભારતમાં પ્રથમ વખત અનાજ પર ટેક્સ, મોટા આંદોલનની તૈયારીમાં વેપારીઓ

July 19, 2022July 19, 2022padma prajay

WPL 2023/ UP વોરિયર્સે રોમાંચક મેચમાં ગુજરાતને 3 વિકેટે હરાવ્યું, ગ્રેસ હેરિસની વિસ્ફોટક બેટિંગ

March 5, 2023garima rao
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy