આદિવાસીઓને શિક્ષણ આપવાની જાહેરાતો વચ્ચે નવસારીના આદિવાસી બાહુલ્ય ધરાવતા વાન્સદા તાલુકાની 37 વર્ગ શાળાઓને તંત્ર દ્વારા નજીકની શાળાઓમા મર્જ કરવાની વાતને લઈ વિરોધના સુર ઉઠ્યા છે, ત્યારે આજે વાલીઓએ વાન્સદાના કોંગી ધારાસભ્યની આગેવાનીમાં આક્રોશ સાથે રેલી કાઢી વાન્સદા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતુ.

ભારત સરકારે રાજ્યના દરેક બાળકને પ્રાથમિક શિક્ષણ મળે એના માટે સર્વ શિક્ષા અભિયાન હેઠળ ગામડે ગામડે શાળા શરૂ કરી હતી. જોકે ખાનગી શાળાઓના ક્રેઝ વચ્ચે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઈ રહી છે. જેને કારણે શિક્ષણ વિભાગ દ્વારા ગામડાઓમા ચાલતી વર્ગ શાળાઓને બંધ કરી નજીકની શાળામાં મર્જ કરવાનો નિર્ણય લીધો છે.
નવસારીના આદિવાસી બાહુલ્ય ધરાવતા વાન્સદા તાલુકામાં અંતરિયાળ ગામોમાં ચાલતી 37 વર્ગ શાળાઓને બંધ કરી તેને નજીકની શાળાઓમાં મર્જ કરવામાં આવશે. જેની જાણ થતા 37 ગામોના વાલીઓ અને આગેવાનો શિક્ષણ વિભાગના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. જેમા આજે વાન્સદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં હનુમાન મંદિર નજીકથી સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી વર્ગ શાળાઓને મર્જ ન કરવામા આવે એવી માંગ સાથે વાન્સદા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતુ. સાથે જ જો 15 દિવસમાં હકારાત્મક નિર્ણય ન આવે તો મામલતદાર કચેરી બહાર વાલીઓ સાથે પ્રતિક ધરણા યોજવાની ચિમકી ઉચ્ચારી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
