ભારત વાયુ ગુણવત્તા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા નક્કી કરવામાં આવેલા ધોરણો સુધી પહોંચી જાય છે, તો ભારતવાસીઓની સરેરાશ ઉમર 4 વર્ષ સુધી વધી શકે છે. રોડમેપ ટુવર્ડ્ર્સ ક્લિનીંગ ઈન્ડિયાસ એર નામના એક અધ્યયન માં આ દાવો કરવામાં આવ્યો છે.
યુનિવર્સીટી ઓફ શિકાગો અને હાર્વર્ડ કેનેડી સ્કૂલના શોધકર્તાઓ દ્વારા કરવામાં આવેલા આ અધ્યયન માં ભારતમાં વાયુ પ્રદુષણ ની ગંભીર સ્થિતિ પર ધ્યાન આપતા જણાવાયું કે ભારતને દર વર્ષે ફક્ત આ કારણે જ લગભગ 350 ખરબ રૂપિયાનું નુકસાન ભોગવવું પડે છે. વાયુ પ્રદૂષણ ના કારણે દેશમાં હજારો લખો લોકો સમય પહેલા મરી રહ્યા છે. અથવા બીમારી ભર્યું જીવન જીવવા મજબુર છે.

શોધકર્તાઓના સમૂહે આ સમસ્યાથી ઉગરવા માટે કેટલાક ઉપાયો સૂચવ્યા છે. જેમાં અત્યાધિક ઉત્સર્જન કરવા પર આર્થિક દંડ સામેલ છે. આ અધ્યયન માં કહેવામાં આવ્યું છે કે જો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા નક્કી ધોરણો સુધી પહોંચી શકાય તો ભારતના લોકો 4 વર્ષ વધારે જીવી શકાશે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગુણવત્તા અનુસાર ફાઈન પાર્ટિકલ મેટર (PM2.5)ને વાર્ષિક સ્તર પર 10 ug/m3 વચ્ચે રહેવું જોઈએ. અને રોજ આનું સ્તર 25ug/m3 સુધી હોવું જોઈએ. વળી, PM10 નું સ્તર વાર્ષિક 20 ug/m3 અને 24 કલાકમાં 50 ug/m3 વચ્ચે હોવું જોઈએ.
આ અધ્યયન 66 કરોડ એવા ભારતીયો ના જીવન પર આધારિત છે, જે દેશના સૌથી વધારે પ્રદુષિત વિસ્તારોમાં રહે છે. અધ્યયનમાં પ્રદૂષણથી છુટકારો મેળવવા સૂચનો આપેલા છે.
