દેશમા કોરોના સંક્રમણના કેસો ખુબ વધી રહ્યા છે.નવા કેસો ખુબ વધતાં ઓક્સિજનની અછત જોવા મળે છે.દેશમાં ઇન્જેકશન સહિત ઓકસિજનની અછત ખુબ વર્તાઇ રહી છે જેના લીધે કોરોના દર્દી મૃત્યુ પામી રહ્યા છે.મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાની એક મેડિકલ કોલેજમાં મોડી રાત્રે ઓક્સિજનના અભાવે 6 લોકોનાં મોત થયા છે.
શહડોલમાં ઓક્સિજનથી 6 લોકોના મોત નીપજતાં લોકોમાં દેહશતનો માહોલ પેદા થયો છે. આ ઘટના મામલે કોલેજના ડીનએ જણાવ્યું હતું કે કોલેજમાં ઓક્સિજનનું સપ્લાય પ્રેશર ટાંકીથી આવે છે, પરતું કોલેજમાં કોરોના દર્દીઓની સંખ્યા વધારે હોવાથી ટાંકીમાં દબાણ ઓછુ થયુ છે. મોડી રાત્રે 6 લોકોના મૃત્યા થયા હતા. જેમને આઇસીયુ વોર્ડમાં દાખલ કરવા આવ્યા હતા. તે સારવાર હેઠળ હતા. પરંતુ ઓક્સિજન કારણે તેમનું મૃત્યુ થયુ હતુ. જો કે હવે આ બાબતે કઇં કહી શકાય નહીં. કારણ કે ઓટોમેટીક જ ઓક્સિજન તમામ બેડ સુધી પહોંચે છે. 100 થી વધુ દર્દીઓને ઓક્સિજન સપ્લાયર કરવામાં આવી રહ્યુ હતુ.
ડીને વધુમાં કહ્યુ કે દર્દીઓની સંખ્યા વધી રહી છે. અને ટાંકીમાં દબાણ થઇ રહ્યુ છે, તે અંગે અગાઉ પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ટાંકી આવી નથી.
