લોકસભા ચૂંટણીમાં પ્રયંડ જીત બાદ પીએમ મોદી શુક્રવારના રોજ કેરળ પહોંચ્યા. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી તેમના પહેલાં પ્રવાસ છે. વડાપ્રધાન મોદી આજે એટલે કે શનિવારે કેરળમાં રહેશે. પીએમ મોદી કેરળના ત્રીસૂર પહોંચી ગયા છે. અહીં પર પ્રખ્યાત ગુરુવાયુર મંદિરમાં પીએમ ખાસ પૂજા કરી છે. પૂજા પછી, વડાપ્રધાન મોદી ભાજપના કાર્યકરોને પણ સંબોધશે.
LIVE UPDATES:
મોદીએ કહ્યું કે દેશના ગરીબોને પોતાનું વેચવું ન પડે તે માટે અમે 5 લાખ રૂપિયા સુવિધા આપી રહ્યા છે. કારણ કે કેરળના લોકોને આ સુવિધા મળી રહી નથી. કેમકે અહીં સરકારે આ સુવિધાને અમલમાં મૂકવાનો ઇનકાર કર્યો છે. અમે અપીલ કરીએ છીએ કે તેઓ તેને સ્વીકારે છે અને કેરળના લોકો તેનો લાભ લઈ શકે છે.
કાર્યકર્તાઓને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે રાજનીતિમાં સરકાર બનાવવા માટે નથી. આપડે લોકોની સેવા કરવા માટે અહીં છીએ.
PM Narendra Modi in Guruvayur, Kerala: People choose their 'jan pratinidhi' for 5 years but we are 'jan sevak' who is committed to serving the people, life long. https://t.co/WYsj0vHCyy
— ANI (@ANI) June 8, 2019
વડાપ્રધાન મોદીએ કહ્યું કે જનતા ભગવાન સ્વરૂપ છે, તેમણે આ ચૂંટણીમાં દેશને સારી રીતે જોયો છે. રાજકીય પક્ષો લોકોના મૂડને ઓળખતા નથી. પરંતુ જનતાએ ભાજપ અને એનડીએના પક્ષમાં પ્રચંડ જનાદેશ આપ્યો. હું મારું માથું નમાવીએ જનતાને નમન કરું છું.
PM Narendra Modi in Guruvayur, Kerala: Some Pundits think that BJP could not open its account in Kerala but Modi is going there to thank people. What is in his mind? But this is our culture, our thinking. pic.twitter.com/w3lFrJy6QZ
— ANI (@ANI) June 8, 2019
વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિરોધ પક્ષના નેતા કહે છે કે કેરળમાં ભાજપનું ખાતું પણ ખુલ્લું નથી, છતાં મોદી ધન્યવાદ માટે ગયા. જે લોકો અમને જીતાડે છે તેઓ પણ અમારા જ છે, જેઓ ચૂકી ગયા છે તે પણ અમારા છે. કેરળ મારા એટલું જ છે જેટલું બનારસ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગુરુવાયુરની ઘરતી પર આવવું મને સૌભાગ્ય મળ્યું. આ મારા માટે નવી શક્તિ આપવાનો અવસર છે. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન ભાજપના કાર્યકરોનો આભાર માન્યો હતો. તો ત્યાં જ તેમણે લોકશાહીની ઉજવણીમાં ફાળો આપવા બદલ કેરળના લોકોનો આભાર માન્યો હતો.
આપને જણાવીએ કે વડાપ્રધાન મોદીને મંદિરમાં કમળના ફૂલોથી તોલવામાં આવ્યા છે. આ દરમિયાન, 112 કિલો કમળના ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Kerala: Prime Minister Narendra Modi at Sri Krishna Temple in Guruvayur of Thrissur. pic.twitter.com/hSH2UbMGIy
— ANI (@ANI) June 8, 2019
જણાવીએ કે ગુરુવાયુર મંદિર ઘણું જૂનું છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ છે. વડાપ્રધાન મોદી કેરળના પ્રવાસ માટે શુક્રવારે રાત્રે કોચ્ચિ પહોંચ્યા હતા. તેઓ ત્યાં એર્નાકુલમ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. મંદિરમાં દર્શન અને જાહેર સભાને સંબોધન કર્યા પછી, મોદી કોચ્ચિ ઇન્ટરનેશનલ એરપોર્ટથી 2 વાગ્યે દિલ્હી જશે. આ બાદ આજે પીએમ મોદી માલદીવ અને શ્રીલંકાના પ્રવાસ માટે રવાના થશે.
ભાજપના રાજ્ય એકમએ ટ્વીટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 જૂનના ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરમાં પૂજા કરી હતી. શ્રી ગુરુવાયુર શ્રી કૃષ્ણ એચ.એસ. મેદાનમાં સવારે સામાન્ય સભા હશે. દરેકનું સ્વાગત છે. વડાપ્રધાન રાહુલ ગાંધી તેમના સંસદીય મતદાર વાયનાડના ત્રણ દિવસના પ્રવાસ પર છે ત્યારે વડાપ્રધાન કેરળના પ્રવાસ પર છે.
Kerala: Prime Minister Narendra Modi arrives at Sri Krishna Temple in Guruvayur of Thrissur. pic.twitter.com/AaTKpfBlQT
— ANI (@ANI) June 8, 2019
5000 વર્ષનું છે મંદિર
ગુરુવાયુર મંદિર 5000 વર્ષ જૂનું છે અને 1638 માં તેના કેટલાક ભાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ફક્ત હિન્દુઓ આ મંદિરની પૂજા કરી શકે છે. અન્ય ધર્મોના લોકોના પ્રવેશ પર પ્રતિબંધિત છે.
ગુરુવાયુર દેવાસમ બોર્ડના અધ્યક્ષ કેબી મોહનદાસે કહ્યું કે વડા પ્રધાન મોદીએ થુલાભારમ રિવાજ નીભાવાવનીઇચ્છા વ્યક્ત કરી હતી. આ હેઠળ, તેઓ કમળ ફૂલો ચડાવશે. આ માટે, મંદિર વહીવટ 112 કિલો કમળના ફૂલોને માંગવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીની પૂજા દરમિયાન, મંદિરનો દરવાજો 9 વાગ્યાથી સાંજે 11 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે 2008 માં, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીએ આ મંદિરમાં પૂજા કરી હતી.ત્યારે પણ તેઓ થુલાભારમ રીવાજ નિભાવ્યો હતો.
