નવી દિલ્હી,
ભારત દેશ ૧૫ ઓગષ્ટ, ૧૯૪૭ના રોજ આઝાદ થયો હતો અને ત્યારબાદ ચાલુ વર્ષે આપને ૭૨મો સ્વતંત્રતા દિવસ મનાવવાની તૈયારી કરી રહ્યા છે. ૧૫ મી ઓગષ્ટને આવવાને માત્ર હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આ વર્ષે પણ દેશભરમાં આ ખાસ પર્વ ધામ-ધૂમથી મનાવવામાં આવશે અને દેશના તમામ લોકો સ્વતંત્રતા આ પર્વ પર અનેક સ્મરણો યાદ કરતા હશે.
પરંતુ,આ વચ્ચે તમે શું જાણો છો કે, જયારે આપનો ભારત દેશ ૧૫ ઓગષ્ટ, ૧૯૪૭માં આઝાદ થઇ રહ્યો હતો, ત્યારે બે દિવસ પહેલા એટલે કે ૧૩ ઓગષ્ટ, ૧૯૪૭ના રોજ દેશમાં શું શું થઇ રહ્યું હતું.
દેશમાં આ દિવસે કેવો માહોલ હતો ?, દેશના બે ભાગલા પડ્યા બાદ લોકોએ કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો ?.
આજથી ૭૨ વર્ષ પહેલાના ફલેશબેકમાં તમને લઇ જઈએ છીએ કે સ્વતંત્રતા દિવસથી બે દિવસ પહેલા શું થયું હતું :
દેશના બે ભાગલા પડી ચુક્યા હતા. આ સાથે જ હિંદુ અને મુસ્લિમ લોકોનું પણ વિભાજન થવાનું શરુ થયું હતું. ૧૩ ઓગષ્ટના રોજ મુસ્લિમ મહિલાઓએ દિલ્હીથી ટ્રેનમાં બેસીને પાકિસ્તાન જવાનું શરુ કર્યું હતું જયારે પાકિસ્તાનમાંથી હિંદુઓને ભારત પાછા મોકલવામાં આવી રહ્યા હતા.

જો કે આ વિભાજન બાદ જે તસ્વીરો સામે આવી રહી હતી, તે જાણીને તમે સ્તબ્ધ પણ થઇ શકો છો.
કારણ કે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનથી જે ટ્રેનો ભારત આવી રહી હતી, તે ટ્રેનોના ડબ્બા મૃતદેહોથી ભરેલા નીકળી રહી હતી.
એક બાજુ જ્યાં ભારત દેશમાં અગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાંથી આઝાદ થયા બાદ આ ખાસ પર્વને મનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી હતી તો બીજી બાજુ ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ ચારેબાજુ ખૂન-ખરાબો થઇ રહ્યો હતો.
વર્ષ ૧૯૪૭માં આઝાદી મળ્યા બાદ ભારત અને પાકિસ્તાનના ભાગલા માત્ર ૫૦ થી ૬૦ દિવસોમાં થયા હતા અને આ દરમિયાન લાખો લોકોનું વિસ્થાપન થયું હતું, જે સમગ્ર દુનિયામાં ક્યારેય થયું ન હતું.

દેશના ભાગલા થવાની ઘોષણા થવાની સાથે જ એક સ્થાન પર વર્ષોથી રહેનારા લોકો પોતાના ઘર, જમીન, દુકાન, સંપત્તિ, ખેતી છોડીને હિન્દુસ્તાનમાંથી પાકિસ્તાન અને પાકિસ્તાન થી હિન્દુસ્તાન આવ્યા હતા.
દેશના ભાગલા થયા બાદ આ રુંવાટા કંપાવનારી અનેક ઘટનાઓમાં અંદાજે ૨૦ લાખ લોકોથી વધુ લોકો માર્યા ગયા હતા.
પાકિસ્તાનથી ભારત આવેલા લોકો પોતાના જીવનનિર્વાહ દરમિયાન જે ત્રાસદીમાંથી પસાર થવું પડ્યું હતું, આ દર્દ તેઓ સિવાય અન્ય કોઈ સમજી શકે એમ ન હતા.
આઝાદી મળ્યા બાદ થયેલા બે ભાગલા બાદ એક દેશમાંથી બીજા દેશમાં જનારા વિસ્થાપિતોની કુલ સંખ્યા ૧.૪૫ કરોડ હતી. ૧૯૫૧માં વિસ્થાપિતોની જનગણના અનુસાર, વિભાજન બાદ ૭૨,૨૬,૦૦૦ મુસલમાન ભારત છોડીને પાકિસ્તાન ગયા હતા, જયારે ૭૨,૪૯,૦૦૦ હિંદુ અને શિખ લોકો પાકિસ્તાન છોડીને ભારત આવ્યા હતા.
