Gujarat News/ RTOના સર્વરના ધાંધિયાને કારણે ગુજરાતના તમામ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ

ગુજરાતભરમાં આવેલી આરટીઓ કચેરીમાં એક જ સર્વર દ્વારા ટેસ્ટ લેવાની કામગીરી કરવામાં આવે છે

Top Stories Gujarat

Gujarat News :  RTOના સર્વરના ધાંધિયાને કારણે ગુજરાતના તમામ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ કરવાની ફરજ પડી છે. જેમાં વડોદરામાં આરટીઓ કચેરીમાં ગઈ કાલે અને આજે ડ્રાઈવિંગ ટેસ્ટમાં ખામી સર્જાતા લાયસન્સ ટેસ્ટવી કામગીરી બંધ કરવી પડી હતી. RTO સર્વરના ધાંધિયાને કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના આજદિન સુધીના સ્લોટ રિ-શિડ્યુલ કરવામાં આવ્યાં છે. જેમાં વડોદરા આરટીઓ કચેરી દ્વારા 318 સ્લોટ તો અમદાવાદ આરટીઓ દ્વારા 400થી વધુ સ્લોટ રિ-શેડ્યુલ કરવામાં આવ્યા છે. સુરતમાં 900 લોકોને આરટીઓ કચેરીએ ધક્કો ખાવાની ફરજ પડી હતી. તો ટેસ્ટ માટે આવતા અરજદારોને આરટીઓ દ્વારા અપીલ કરાય છે કે, રિ-શેડ્યુલ અંગેની માહિતી આપના રજીસ્ટર મોબાઇલ નંબર પર મળશે, જેથી આરટીઓ કચેરીએ ધક્કો ન ખાવો.
ગુજરાતભરમાં આવેલી આરટીઓ કચેરીમાં એક જ સર્વર દ્વારા ટેસ્ટ લેવાની કામગીરી કરવામાં આવે છે. ત્યારે સર્વરમાં ખામી સર્જાતા ગઈકાલથી ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી બંધ પડી છે. આરટીઓની ટેક્નિકલ ખામીને કારણે અનેકા વાહનચાલકોને કચેરી સુધી ધક્કા ખાવાનો વખત આવ્યો હતો. સર્વર બંધ હોવાના કારણે તમામ અરજદારોને પરત મોકલી અને તેમની સ્લોટ રિ-શેડ્યુલ કરવામાં આવી છે. આ અંગેની માહિતી અરજદારને તેમના રજીસ્ટ્રર મોબાઈલ નંબર પર ફોન અને મેસેજ કરીને જાણ કરવામાં આવશે.અમદાવાદ RTO કચેરીમાં ગઈકાલથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સર્વર બંધ રહેતા અનેક અરજદારોને ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વગર જ પરત ફરવું પડ્યું હતું.

આ સાથે જ 400થી વધુ અરજદારોની સ્લોટ રિ-શેડ્યુલ થતાં ફરી ધક્કો ખાવો પડશે. આજેપણ ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેવાની માહિતી અરજદારોને ટેક્સ્ટ મેસેજ દ્વારા આપી દેવામાં આવી હતી. તેમ છતાં કેટલાક અરજદારોએ તે મેસેજ ન જોયો હોવાથી તેમના અપોઈન્ટમેન્ટના સમય ઉપર RTO કચેરી ખાતે આવી રહ્યા હતા. હજુ પણ આવતીકાલે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રહેશે કે બંધ? તેની સ્થિતિ અંગે અમદાવાદ RTO અધિકારી પાસે હાલમાં કોઈ ચોક્કસ માહિતી નથી. જો આવતીકાલે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેશે તો તમામ અરજદારોને અગાઉથી માહિતગાર કરી દેવામાં આવશે.વડોદરા આરટીઓ વિભાગમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ટુ વ્હીલર માટે 270 સ્લોટ હોય છે, જ્યારે ફોરવીલર માટે 180 પ્લોટ આપેલા હોય છે. જે કુલ મળીને 450 પ્લોટની એપોઇન્ટમેન્ટ બુક થતી હોય છે. રોજે રોજ અંદાજિત 250 જેટલા અરજદારો એવરેજ આવતા હોય છે, ત્યારે ફરી એકવાર આરટીઓનું સર્વર ખોટકાતા અનેક અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. આજદિન સુધીમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરના 318 સ્લોટ રિ-શિડ્યુલ કરવામાં આવ્યાં છે.

સુરત આરટીઓમાં રોજ 280 બાઈકના અને 160 કારના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અરજદારો આવે છે. છેલ્લા બે દિવસથી આ ટ્રેક બંધ હોવાના કારણે 900 જેટલા લોકોને બે દિવસમાં સુરત આરટીઓનો ધક્કો ખાવાનો વારો આવ્યો છે. કારણ કે, ટેસ્ટ ટ્રેક બંધ હોવા અંગે અરજદારોને મેસેજ કે અન્ય કોઈ માધ્યમથી જાણ કરવાની સુવિધા નહીં હોવાથી એપોઈન્ટમેન્ટ લેનારા અરજદારોએ આરટીઓ કચેરીનો ધક્કો ખાવો પડી રહ્યો છે.

વેસુ વિસ્તારમાં રહેતા સ્મિત શહે જણાવ્યું હતું કે, હું લર્નિંગ લાઇસન્સના ટેસ્ટ માટે આવ્યો હતો. આજે મારા પર મેસેજ આવ્યો હતો કે, તમારો ટેસ્ટ છે, તો સુરત આરટીઓ ખાતે આવી જાવ. હું પાલ આરટીઓ ખાતે પહોંચ્યો તો અહીં કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. આજે ટેસ્ટ નહીં થાય તેવું જણાવવામાં આવી રહ્યું છે. હવે મારો ટેસ્ટ ક્યારે થશે તે અંગે પૂછતા એવું કહ્યું છે કે ફોન કરીને આવજો. આ ટેસ્ટ આપવા માટે હું મારા સ્ટુડન્ટને મૂકીને ક્લાસ છોડીને આવ્યો છું. વિદ્યાર્થીઓના પરીક્ષા પણ આવી રહી છે. જેના કારણે ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે.અન્ય એક અરજદાર યુગ વૈદ્યએ જણાવ્યું હતું કે, હું આજે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવ્યો હતો મારો બાઈક અને કાર બંનેનો ટેસ્ટ હતો. હું મારી કોલેજ છોડીને આવ્યો છું કે જેથી મારો આજે ડ્રાઇવિંગ ટેસ્ટ થઈ જાય. પહેલા તો મારા પર કોઈ મેસેજ આવ્યો ન હતો. ત્યારબાદ મેસેજ આવ્યો અને તેમાં અપોઇમેન્ટ રિ-શિડ્યુલ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

રિ-શિડ્યુલ થયેલી અપોઈન્ટમેન્ટ 23 કે 24 તારીખની મને આપવામાં આવી છે. આ અંગે જાણવા માટે હું પાલ આરટીઓ ખાતે આવ્યો હતો, પણ અહીં કોઈ જાણકારી આપી રહ્યું નથી. આપ બધાની વચ્ચે મેં આજે મારી કોલેજ ટ્યુશન પણ છોડીને આવ્યો હતો. હું હજુ જમ્યો પણ નથી. મેં એવું વિચાર્યું હતું કે, ડ્રાઇવિંગ ટેસ્ટ બાદ જમી લઈશ.આ અંગે આરટીઓ ઇન્સ્પેક્ટર ડી. એસ. પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં જેટલાં પણ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક છે, તે તમામમાં ગઈકાલથી સર્વરમાં પ્રોબ્લેમ છે. જેમાં લર્નિંગ લાઇસન્સના ડેટા એન્ટ્રી થતી નથી. જેથી ગઈકાલે ટોટલ 288 વ્હીલર ફોર વ્હીલર અંગેના ટ્રાય હતા. જે 11:30 સુધીમાં અમને જાણ થતા જ 50થી 60 જેટલા અરજદારોને જણાવવામાં આવ્યુ હતું કે, ટ્રેક શરૂ થવાની શક્યતાઓ ઓછી છે, જેથી તેઓને પરત મોકલ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે શરૂ થશે ત્યારે આરટીઓનો સંપર્ક કરી આવવું. આ સાથે જ બાકીના જે અરજદારો હતા, તેઓને ટેલીફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી ટ્રેક શરૂ ન થાય ત્યાં સુધી તમે આવતા નહીં તેવી સૂચના આપવામાં આવી હતી. આ બાબતે અમને વળી કચેરીથી આદેશ મળતા જ અમે આજની તમામ એપોઇન્ટમેન્ટ રિ-સિડ્યુઅલ કરી છે. જેને એલ.એલ ન્યુ કરાયું હોય તે રિ-સિડ્યુઅલ થતી નથી જેઓને અમે ટેલીફોનીક સંપર્ક કરી જાણ કરી છે.વધુમાં કહ્યું કે, સર્વરની અંદર એક કરી સિડ્યુલનો એક પ્રિયડ હોય છે, જે અમારી હેડ ઓફિસની સૂચનાના આધારે અમે રિ-શિડ્યુલ કરતા હોઈએ છીએ. આજે એનઆઇસીની ટીમ અને વડી કચેરીની ટીમ આના પર કામ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમેરિકામાં અમેરિકાને કહ્યું, ચીનને પણ આપ્યો જડબાતોડ જવાબ, જયશંકરે આ રીતે જવાબ આપીને બોલવાનું બંધ કર્યું

આ પણ વાંચો: પાકિસ્તાને આતંકવાદ પ્રત્યેનો લગાવ છોડવો જોઈએ’, એસ જયશંકરે યુએનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું- ક્યારેય સફળતા નહીં મળે

આ પણ વાંચો: વિદેશ મંત્રી એસ. જયશંકર માલદીવની મુલાકાતે, મોહમ્મદ મુઈઝુનો ભારત સાથે સંબંધ સુધારવા પ્રયાસ