@મોહસીન દાલ, પંચમહાલ
ગોધરા વડોદરા રોડ ઉપર આવેલી નેશનલ મીનરલ્સમાં કોર્ટઝ પથ્થર પીસવાને કારણે પ્રદુષણ ફેલાય રહ્યું છે આ પ્રદુષણને લઈને આજુબાજુ મા રહેતા સ્થાનિક રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.ત્યારે તંત્ર દ્વારા આ મોતના કારખાનાઓ ક્યારે બંધ કરાવવામાં આવશે તેવી લોકો માંગ કરવામાં આવી રહી છે.
ગોધરા વડોદરા હાઈવે ઉપર આવેલી નેશનલ મીનરલ્સ ફેકટરીમાં કોર્ટઝ પથ્થરો પીસવાને કારણે ફેકટરી માંથી પથ્થર પાવડર ઉડતા તેના પ્રદુષણ થી ફેક્ટરીની આજુબાજુમાં રહેતા સ્થાનિક રહીશોને પથ્થર પાવડર છાતીમાં બાજી જતા પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આ મોતના કારખાના સામાન પથ્થર ફેકટરી વાળાને પોતાના કારખાના ચલાવવામાં જ રસ ધરાવે છે તેઓને કોઈકનો જીવ જાય તેની કોઈ જ પરવા નથી ત્યારે આના ઉડતા પાવડરથી ફેકટરીઓમાં કામ કરતા કેટલાક કામદારોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હવે સ્થાનિક રહીશોને તેનો ભોગ બનવાનો વારો આવ્યો છે.
ત્યારે આ પથ્થર પાવડર પીસતી વખતે થતા પ્રદુષણને લઈને ગોધરા વડોદરા હાઈવે રોડ ઉપરથી પસાર થતા લોકોને ઉડતા પાવડરથી થતા પ્રદુષણના કારણે રોડ ઉપર ઓછું દેખાતા અકસ્માત થવાની ભીતિ પણ સેવાતી હોય છે ત્યારે શું આવા મોતના કારખાનાઓને આપેલ પ્રદુષણ લાઈસન્સ તંત્ર દ્વારા રદ કરીને આવા મોતના કારખાના બંધ કરાવવામાં આવે તો કેટલાક લોકોનો જીવ બચે અને કેટલાક પરિવાર ઉજળતા બચી શકે તેમ છે તેવી લોક માંગણીઓ ઉભી થઈ છે તો શું તંત્ર દ્વારા આ મોતના સોદાગરોના મોતના કારખાનાઓ બંધ કરાવવામાં આવશે કે પછી આ આવા મોતના કારખાનાઓને લઈને કેટલા લોકોને હજુ પણ મોતનો ભેટો કરવાનો વારો આવશે તે તો હવે આવનારો સમય જ બતાવશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
