New Delhi/ શ્રમિકોના ફાયદા માટે કરાશે બેઠક, રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે ડૉ. મનસુખ માંડવિયા

ડૉ. મનસુખ માંડવિયા નવી દિલ્હીમાં શ્રમ મંત્રીઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે.

Top Stories India Breaking News

New Delhi : કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 29-30 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં 2 દિવસીય ” શ્રમ મંત્રીઓ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે રાષ્ટ્રીય પરિષદ” ની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં શ્રમ અને રોજગાર તથા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોનાં રાજ્ય કક્ષાનાં મંત્રી શોભા કરંદલાજે પણ હાજરી આપશે તથા સુમિતા દાવરા, સચિવ (શ્રમ અને રોજગાર) ચર્ચા વિચારણા માટે સંદર્ભ નક્કી કરશે.

શ્રમ સુધારાઓ, કાર્યબળ માટે સામાજિક સુરક્ષા પગલાં, રાષ્ટ્રીય કારકિર્દી સેવા (NCS) પોર્ટલ અને મોડેલ કારકિર્દી કેન્દ્રો (MCCs) દ્વારા રોજગારક્ષમતામાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત, વ્યવસાય કરવાની સરળતામાં વધારો અને પાલનના બોજમાં ઘટાડો દ્વારા ગુણવત્તાયુક્ત રોજગાર સર્જન માટે સુધારાઓને સરળ બનાવવા પર વિચારોનું આદાન-પ્રદાન કરાશે.

શ્રમ અને રોજગાર મંત્રાલય તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે શ્રમ સુધારણા, ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ સહિત સંગઠિત અને અસંગઠિત કામદારો માટે સામાજિક સુરક્ષા, ESIC મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થકેર સુવિધાઓનું વિસ્તરણ કરવા તથા નેશનલ કેરિયર સર્વિસ (NCS) પોર્ટલ અને મોડલ કેરિયર સેન્ટર્સ (MCC) મારફતે રોજગારીમાં સુધારો કરવા માટે આ રાષ્ટ્રીય બેઠકનું આયોજન કરાયું છે.

શ્રમ અને રોજગારીનાં મુખ્ય મુદ્દાઓ પર આંતરસૂઝ, અનુભવો અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન થશે, જેમાં શ્રમ સંહિતા અંતર્ગત કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં ડ્રાફ્ટ નિયમોમાં સમન્વય સ્થાપિત કરવા તથા લેબર કોડની ભાવનાને અનુરૂપ વર્તમાન માળખા હેઠળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા હાથ ધરવામાં આવેલા શ્રમ સુધારાઓ સામેલ છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમના દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાઓ પ્રદર્શિત કરશે.

આ બેઠકનો ઉદ્દેશ ઇન્સ્પેક્ટર-કમ-ફેસિલિટેટરમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકાના પરિવર્તન માટે હિતધારકોની ક્ષમતા નિર્માણ કરવાનો પણ છે. આ સુધારાનો ઉદ્દેશ MSME અને સ્ટાર્ટ-અપ્સ સહિત ઉદ્યોગની વૃદ્ધિને સુલભ બનાવવાનો છે, જેનો ઉદ્દેશ વેપાર-વાણિજ્યમાં સરળતા મારફતે ગુણવત્તાયુક્ત રોજગારીનાં સર્જનને પ્રોત્સાહન આપવાનો તેમજ શ્રમ કલ્યાણને પ્રોત્સાહન આપવાનો અને મહિલાઓનાં વર્કફોર્સમાં સહભાગીતા વગેરેને પ્રોત્સાહન આપવાનો છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકાર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં પ્રયાસોમાં સમન્વયને વેગ આપવાનો છે, જેથી કામદારો અને નોકરીદાતાઓ બંનેને લાભ થાય એવા ઉદ્દેશ સાથે સુધારા માટે સુવ્યવસ્થિત અને સુસંગત કાનૂની અને વહીવટી માળખું ઊભું કરી શકાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મનસુખ માંડવિયાએ પોરબંદરના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમૂહુર્ત અને ઈ-લોકાર્પણ કર્યું

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદરમાં સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કરશે

આ પણ વાંચો: દરેક નાગરિક મતદાન કરે તે જરૂરી, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની અપીલ