ઉત્તરી ગાઝામાં એક શરણાર્થી શિબિરમાં જોરદાર વિસ્ફોટ થયો છે, જેમાં અનેક લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટ ઉત્તરી ગાઝાના જબાલિયા શરણાર્થી કેમ્પમાં થયો હતો. ગાઝામાં હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઈઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા છે અને 150 લોકો ઘાયલ થયા છે. તસવીરમાં જોઈ શકાય છે કે ઈમારતોના કાટમાળથી એક મોટો ખાડો પડી ગયો છે. લોકો તેના પર ચઢી રહ્યા છે અને બચેલા લોકોને શોધી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ઈઝરાયેલના સંરક્ષણ દળના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ રિચર્ડ હેચટે કહ્યું કે ગાઝામાં શરણાર્થી કેમ્પમાં એસલી ટાર્ગેટ હમાસ કમાન્ડર હતા. હંમેશની જેમ, તેઓ નાગરિકોની પાછળ છુપાઈ છે. તે ગાઝાનો સૌથી મોટો શરણાર્થી કેમ્પ હતો. જ્યારે પત્રકારે આ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોના મૃત્યુ વિશે પૂછ્યું, ત્યારે હેચટે જવાબ આપ્યો કે આ યુદ્ધની દુર્ઘટના છે. તેમણે ફરી એકવાર હમાસ સાથે સંકળાયેલા નાગરિકોને દક્ષિણ તરફ જવા માટે કહ્યું.
આ વચ્ચે સીરિયા માટે સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂતે કહ્યું છે કે ઈઝરાયલ-હમાસ યુદ્ધ સીરિયામાં ફેલાઈ રહ્યું છે, જે પહેલેથી જ વધતી અસ્થિરતા, હિંસા અને 12 વર્ષથી ચાલતા સંઘર્ષનો કોઈ રાજકીય ઉકેલ ન આવવા જેવી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે.
સીરિયા માટે યુએનના વિશેષ દૂત ગિયર પેડરસેને સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે સીરિયામાં ભારે હિંસા વચ્ચે, એવી આશંકા છે કે સીરિયાના લોકોને હવે વ્યાપક તણાવની ભયાનકતાનો સામનો કરવો પડી શકે છે. તેમણે કહ્યું કે આ સ્થિતિ 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો અને ત્યારબાદ ઈઝરાયલ દ્વારા ગાઝામાં સૈન્ય કાર્યવાહી શરૂ કરવાનું પરિણામ છે.
આ પણ વાંચો: LPG Price Hikes/ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી ભડકો
આ પણ વાંચો: Diwali 2023/ આ વખતે દીપોત્સવ પર્વ પાંચ નહીં પરંતુ છ દિવસ ચાલશે, જાણો શું છે કારણ
આ પણ વાંચો: આજનું રાશિફળ/ નવેમ્બર મહિનો મકર સહીત આ રાશિના જાતકો માટે ફાયદાકારક ,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

