વિઝા બિલ/ જાણો શા માટે અને કેવી રીતે H-4 વિઝાધારકોને અમેરિકામાં કામ કરવાના મળી શકે છે અધિકાર

અમેરિકા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બે ધારાસભ્યોએ ગુરુવારે H-4 વિઝા ધારકોને દેશમાં કામ કરવાનો સ્વચાલિત અધિકાર આપવા માટે એક બિલ રજૂ કર્યું

Top Stories World
અધિકાર

અમેરિકા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બે ધારાસભ્યોએ ગુરુવારે H-4 વિઝા ધારકોને દેશમાં કામ કરવાનો સ્વચાલિત અધિકાર આપવા માટે એક બિલ રજૂ કર્યું હતું. બિલ પસાર થવાથી ભારતીયો સહિત હજારો વિદેશીઓના જીવનસાથીઓને લાભ થશે અને અમેરિકન વ્યવસાયોમાં કામદારોની અછતને દૂર કરવામાં મદદ મળશે. યુ.એસ.માં, H-4 વિઝા H-1B, H-2A, H-2B અને H-3 વિઝા ધારકો પર નિર્ભર જીવનસાથી અને બાળકોને આપવામાં આવે છે. ઘણા H-4 વિઝા ધારકો અત્યંત કુશળ છે અને ભૂતકાળમાં કામ કરી ચૂક્યા છે.

સંસદસભ્ય કેરોલિન બોર્ડેક્સ અને મારિયા એલ્વિરા સાલાઝારે ગુરુવારે H-4 ઓથોરાઇઝેશન ટુ વર્ક એક્ટ રજૂ કર્યો. જે હાલના કાયદાને બદલવા માંગે છે. H-1B વિઝા ધારકોના જીવનસાથીઓને H-4 વિઝા મળ્યા પછી કામ કરવાનો સ્વચાલિત અધિકાર આપાવામાં આવે માંગણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જો આ બિલ પસાર થઈ જશે તો વિઝા ધારકોએ રોજગાર અધિકૃતતા દસ્તાવેજ માટે અરજી કરવાની રહેશે નહીં. બોર્ડેક્સે જણાવ્યું હતું કે, “અત્યારે, અત્યંત કુશળ ઇમિગ્રન્ટ્સના જીવનસાથીઓએ યુએસમાં કામ કરવાની પરવાનગી મેળવવા માટે વર્ષોના નોકરશાહી અને લાલાફીતાશાહિનો સામનો કરવો પડે છે. આ બિલ પાસ થવાથી આ બિનજરૂરી અડચણ દૂર થશે.”

આ પણ વાંચો :દિલ્હીમાં કોરોનાનું પુનરાગમન, રાજધાનીમાં કોવિડ પોઝીટીવીટી રેટ વધ્યો

આ પણ વાંચો :કેનેડાનાં હરણ બન્યા ચેપી રોગનો શિકાર : રોગીષ્ટ હરણનું માંસ ખાવાથી માણસ બની શકે છે રોગનો ભોગ

આ પણ વાંચો :ગુજરાતના ધુરંધરો સાથે ટકરાશે પંજાબના કિંગ્સ, જાણો કોણ છે વધુ દમદાર

આ પણ વાંચો :બૂલડોઝર માત્ર માફિયા-ગેરકાયદેસર મિલકતો પર ચાલશે, કોઈ ગરીબની ઝૂંપડી-દુકાન પર નહીં : CM યોગી