Not Set/ નરેન્દ્ર મોદીની સરકાર 30મી એ શપથ લેશે,કોણ મંત્રી બનશે તેની અટકળો તેજ

લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે તેમની ભવ્ય શપથવિધિની તૈયારી કરી રહ્યા.નરેન્દ્ર મોદી આગામી 30મી મેએ બીજી ટર્મ માટે વડા પ્રધાન પદ માટે શપથ ગ્રહણ કરશે. 16મી લોકસભાના ભંગ પછી ભાજપા તેના સાથી પક્ષો સાથે ફરી એકવાર નવી સરકાર રચવા જઇ રહી છે. શનિવાર સાંજે મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડાપ્રધાન […]

Top Stories India

લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે તેમની ભવ્ય શપથવિધિની તૈયારી કરી રહ્યા.નરેન્દ્ર મોદી આગામી 30મી મેએ બીજી ટર્મ માટે વડા પ્રધાન પદ માટે શપથ ગ્રહણ કરશે.

16મી લોકસભાના ભંગ પછી ભાજપા તેના સાથી પક્ષો સાથે ફરી એકવાર નવી સરકાર રચવા જઇ રહી છે. શનિવાર સાંજે મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવી સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા હતા.આ પહેલા નરેન્દ્ર મોદીએ પીએમ તરીકે રાજીનામુ આપ્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 30મેના રોજ સાંજે સાત વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન અને તેમના મંત્રીમંડળને તથા અન્ય સભ્યોને પદ અને ગોપનીયતાની શપથ લેવડાવશે.