Voting Appeal/ દરેક નાગરિક મતદાન કરે તે જરૂરી, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની અપીલ

લોકસભા ચૂંટણી 2024ને લઈને સુરતમાં યોજાયેલા સમારંભમાં કેન્દ્રીય પ્રધાન અને ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ બધા મતદારોને ફરજિયાત મતદાન કરવા અપીલ કરી હતી. સુરતમાં પોરબંદર વિધાનસભા ભાજપ દ્વારા યોજાયેલા સ્નેહમિલન સમારંભમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 4 1 દરેક નાગરિક મતદાન કરે તે જરૂરી, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની અપીલ

સુરતઃ લોકસભા ચૂંટણી 2024ને લઈને સુરતમાં યોજાયેલા સમારંભમાં કેન્દ્રીય પ્રધાન અને ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ બધા મતદારોને ફરજિયાત મતદાન કરવા અપીલ કરી હતી. સુરતમાં પોરબંદર વિધાનસભા ભાજપ દ્વારા યોજાયેલા સ્નેહમિલન સમારંભમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં હાજર કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આ વખતની ચૂંટણી ચૂંટણી જ નથી, ઇતિહાસ બદલવાની તક છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી બાદ આ પહેલી ચૂંટણી છે. આ ચૂંટણી આગામી 25 વર્ષોના વિકસિત ભારતનો રોડમેપ આપશે. વડાપ્રધાનનો સંકલ્પ છે કે આગામી પાંચ વર્ષ અત્યંત મહત્વના સાબિત થશે.

વડાપ્રધાન ભારતને વિકસિત બનાવવાની સાથે ગુલામીના બધા પ્રતીકો દૂર કરવાનું વચન લીધું છે. અંગ્રેજોએ બનાવેલા 1,200થી વધારે કાયદા દૂર કરીને તેનું સ્થાન ભારતીય કાયદાને આપવામાં આવ્યું છે. તેની સાથે વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કરવાનું છે.

તેમણે હાજર બધા કાર્યકરોને નવા ભારતના નિર્માણમાં તેમનું મહત્તમ યોગદાન આપવા હાકલ કરી હતી. તેમણે કાર્યકરોને જણાવ્યું હતું કે તેઓ ગામેગામ પહોંચીને ફરજિયાત મતદાનનો સંદેશો બધા સુધી લઈ જાય. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના સીએમ વડાપ્રધાન છે ત્યારે ગુજરાતની બધી એટલે કે 26 એ છવ્વીસ બેઠકો પર 80 ટકા સુધી મતદાન તો થવું જ જોઈએ.

મનસુખ માંડવિયા સ્વચ્છ નેતા તરીકેની છબી ધરાવે છે. તેમને પાંચ જુલાઈ 2016ના રોજ કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમણે 30 મે 2019ના રોજ સ્વતંત્ર હવાલા સાથેના રસાયણ અને ખાતરના કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Attack on BSF/ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા બાંગ્લાદેશીઓએ BSF પર હુમલો કર્યો, એક દાણચોરનું મોત

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/PM મોદીની તસવીરો હટાવી દેવી જોઈએ, કાર્યકર્તાએ ચૂંટણી પંચને કાનૂની નોટિસ મોકલી

આ પણ વાંચો:Electoral Bonds Data/TMC અને JDUએ કરોડોના ડોનેશનથી હાથ ખંખેર્યા, કહ્યું- ખબર નથી કોણ આપી ગયું