આકરા પ્રહારો/ ‘સૌથી મોટો રૂપિયો, વાહ મોદી જી વાહ’, TMC સાંસદ મહુઆ મોઇત્રાએ PM પર કર્યો કટાક્ષ

શરૂઆતના વેપારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો સાત પૈસા ઘટીને 80.05ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 117.3 પોઈન્ટ ઘટીને 54,403.85 પર પહોંચ્યો હતો.

Top Stories India
મહુઆ મોઇત્રાએ

અમેરિકી ડોલર સામે રૂપિયો શરૂઆતના વેપારમાં સાત પૈસા ઘટીને 80.05ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 117.3 પોઈન્ટ ઘટીને 54,403.85 પર જ્યારે નિફ્ટી પણ 28.80 પોઈન્ટ ઘટીને 16,249.70 પર હતો. આ દરમિયાન TMC સાંસદ મહુઆ મોઇત્રાએ રૂપિયાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો. મહુઆ મોઇત્રાએ ટ્વિટ કર્યું, “75 પર ભારત, 80 રૂપિયા પર. સૌથી મોટો રૂપિયો! વાહ મોદી જી વાહ.”

આપને જણાવી દઈએ કે આ પહેલા પણ મહુઆ મોઇત્રાએ પીએમ મોદી પર આડકતરી રીતે હુમલો કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું, “ગુજરાતના એક મુખ્યમંત્રીએ એકવાર કહ્યું હતું કે ક્યારેક એવું લાગે છે કે દિલ્હીમાં સરકાર અને રૂપિયા વચ્ચે સ્પર્ધા છે – કોનું સન્માન ઝડપથી ઘટી રહ્યું છે? કોણ નીચે પડશે? આજના શબ્દો – પ્રતિબંધિત: અપમાન, અવેજ: રૂપિયા. ” મહુઆ મોઇત્રા સતત કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટોણા મારતા જોવા મળે છે.

આપને જણાવી દઈએ કે ઇન્ટર-બેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં યુએસ ડોલરની સામે રૂપિયો 80 પર ખુલ્યો હતો પરંતુ થોડા જ સમયમાં 80.05 ના સ્તર પર આવી ગયો હતો. આ અગાઉના બંધ ભાવની સરખામણીમાં 7 પૈસાની નબળાઈ દર્શાવે છે. સોમવારે રૂપિયો પહેલીવાર 80ના સ્તરને સ્પર્શ્યા બાદ 79.98 પર બંધ થયો હતો. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.35 ટકા ઘટીને બેરલ દીઠ $105.90 થયો હતો. શેરબજારના ડેટા અનુસાર, સોમવારે FIIએ રૂ. 156.08 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી હતી.

આ પણ વાંચો:લાલુ પ્રસાદ યાદવની તબિયતમાં સુધારો, આગામી 2-3 દિવસમાં AIIMSમાંથી થઈ શકે છે ડિસ્ચાર્જ

આ પણ વાંચો:સિંધુ નદીમાં બોટ પલટી જતાં 23ના મોત, 26 ગુમ

આ પણ વાંચો: ભારતમાં પ્રથમ વખત અનાજ પર ટેક્સ, મોટા આંદોલનની તૈયારીમાં વેપારીઓ