Not Set/ ધોનીનાં સન્યાસ પર એમએસકે પ્રસાદે આપ્યુ ચોંકાવનારું નિવેદન, જાણો શું કહ્યુ

વેસ્ટઈંન્ડિઝ ટૂર માટે ટીમ ઈંન્ડિયાનાં ખેલાડીની પસંદગી આજે રવિવારનાં રોજ કરવામાં આવી. આ ટૂરમાં કેપ્ટનને લઇને આવી રહેલી ચર્ચાને દૂર કરતા વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં ટીમની કમાન સંભાળતો જોવા મળશે. વળી આ ટૂરમાં એમ એસ ધોનીને વિરામ આપવામા આવ્યો છે. તેની જગ્યાએ ટી-20 અને વનડે ટીમમાં ઋષભ પંતને જગ્યા આપવામાં આવી છે જ્યારે ટેસ્ટ શ્રેણી […]

Top Stories Sports
msk prasad ધોનીનાં સન્યાસ પર એમએસકે પ્રસાદે આપ્યુ ચોંકાવનારું નિવેદન, જાણો શું કહ્યુ

વેસ્ટઈંન્ડિઝ ટૂર માટે ટીમ ઈંન્ડિયાનાં ખેલાડીની પસંદગી આજે રવિવારનાં રોજ કરવામાં આવી. આ ટૂરમાં કેપ્ટનને લઇને આવી રહેલી ચર્ચાને દૂર કરતા વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં ટીમની કમાન સંભાળતો જોવા મળશે. વળી આ ટૂરમાં એમ એસ ધોનીને વિરામ આપવામા આવ્યો છે. તેની જગ્યાએ ટી-20 અને વનડે ટીમમાં ઋષભ પંતને જગ્યા આપવામાં આવી છે જ્યારે ટેસ્ટ શ્રેણી માટે ઋષભ પંતની સાથે રિદ્ધિમાન સાહાને તક આપવામાં આવી છે.

એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સીનિયર પસંદગી સમિતિએ મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં બેઠક બાદ ટીમનું એલાન કર્યુ. આ મીટિંગમાં કેપ્ટન વિરાટ કોહલી પણ નજર આવ્યો હતો. દરમિયાન એમએસધોનીનાં કેરિયરને લઇને એમએસકે પ્રસાદે જણાવ્યુ કે હવે તેની ટીમમાં પસંદગી નિશ્ચિત રહેશે નહી. એમએસધોનીને લઇને અમે માત્ર વિશ્વકપ સુધીનો પ્લાન કર્યો હતો, વિશ્વકપ બાદ અમે પહેલા નિશ્ચિત કર્યુ હતુ તેમ અન્ય ખેલાડીઓને તક આપવામા આવશે.

ઉલ્લેનીય છે કે, વિશ્વકપ બાદથી સતત એવી ચર્ચાઓ સામે આવી રહી છે કે એમએસધોની હવે ક્રિકેટથી અળગ થઇ જશે, જો કે હજુ સુધી ધોનીએ આ વિશે કશુ પણ કહ્યુ નથી. પરંતુ બીસીસીઆઈનાં આ નિવેદન બાદ સ્પષ્ટ છે કે ભારતીય ટીમમાં ધોની માટે પોતાની જગ્યા બનાવવુ ઘણુ અઘરુ સાબિત થવાનું છે.

ટી-20 ટીમ

વિરાટ કોહલી(કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા(વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, ક્રુણાલ પાંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, દીપક ચહર, નવદીપ સૈની.

વનડે ટીમ

વિરાટ કોહલી(કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા(વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કેદાર જાદવ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, દીપક ચહર, નવદીપ સૈની, મોહમ્મદ શમી.

ટેસ્ટ ટીમ

વિરાટ કોહલી(કેપ્ટન), અજિંક્ય રહાણે(વાઇસ કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનમા વિહારી, ઋષભ પંત(વિકેટકીપર), રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.