Not Set/ #ICC World Cup : ડિફેન્ડીંગ ચેમ્પીયનને હરાવી યજમાન ટીમ ઇંગ્લેન્ડ ફાઇનલમાં પહોંચી

#ICC World Cup 2019ની ફાઇનલમાં ઇંગ્લેન્ડે પોતાનું સ્થાન કાયમ કરી લીધું છે. 27 વર્ષ જેટલા લાંબા અતરાલ પછી ફરી એકવાર ઇંગ્લેન્ડ ફાઇનલ સુધી પહોચ્યું છે. આપને જણાવી દઇએ કે ન્યૂઝીલેન્ડ પ્રથમ સેમી ફાઇનલમાં ભારતને હરાવી ફાઇનલ પ્રવેશ કરી ચૂકી છે ત્યારે હવે ફાઇનલમાં Nz Vs Engનો મુકાબલો જુલાઈ 14 ના રોજ થશે.  મહત્વની બાબત એ […]

Top Stories Sports
Cricket World Cup 2019 Wallpapers 2 #ICC World Cup : ડિફેન્ડીંગ ચેમ્પીયનને હરાવી યજમાન ટીમ ઇંગ્લેન્ડ ફાઇનલમાં પહોંચી

#ICC World Cup 2019ની ફાઇનલમાં ઇંગ્લેન્ડે પોતાનું સ્થાન કાયમ કરી લીધું છે. 27 વર્ષ જેટલા લાંબા અતરાલ પછી ફરી એકવાર ઇંગ્લેન્ડ ફાઇનલ સુધી પહોચ્યું છે. આપને જણાવી દઇએ કે ન્યૂઝીલેન્ડ પ્રથમ સેમી ફાઇનલમાં ભારતને હરાવી ફાઇનલ પ્રવેશ કરી ચૂકી છે ત્યારે હવે ફાઇનલમાં Nz Vs Engનો મુકાબલો જુલાઈ 14 ના રોજ થશે.  મહત્વની બાબત એ છે કે વિશ્વ કપની ફાઇનલમાં પહોચેલી બનેં દેશોની ટીમમાંથી કોઇએ પણ એક પણ વિશ્વ કપ જીત્યો નથી. ત્યારે આ વિશ્વ કપ એક નવો ઇતિહાસ રચતા કોઇ પણ ટીમ દ્રારા પ્રથમ વાર જીતવામા આવશે અને તે દેશ માટે પહેલા વિશ્વ કપ વિજેતાનો ખિતાબ હશે.

2019 ICC Cricket World Cup #ICC World Cup : ડિફેન્ડીંગ ચેમ્પીયનને હરાવી યજમાન ટીમ ઇંગ્લેન્ડ ફાઇનલમાં પહોંચી

આપને જણાવી દઇએ કે #ICC World Cupનાંં બર્મિંગહામના એડબાસ્ટન ગ્રાઉન્ડ પર રમાયેલા આ બીજી સેમી ફાઇનલમાં Aus Vs Eng નાં મેચમાં ઓસ્ટ્રેલીયાએ ઇંગ્લેન્ડને જીત માટે 224 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લેન્ડે આ મુકાબલો 8 વિકેટથી જીતી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ઇંગ્લેન્ડે 8 વિકેટે પરાજય આપ્યો છે. ઈંગ્લેન્ડની ટીમે 17.5 ઓવર બાકી હતી ત્યારે જ ફક્ત બે વિકેટ ગુમાવીને 224 રનનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું.ઇંગ્લેન્ડ તરફથી જેસન રોયે 85, ઈઆન મોર્ગન 45, જો રૂટ અણનમ 49, અને જોની બેયરસ્ટોને અણનમ 34 રન બનાવ્યા હતા. તો સ્ટારક અને કમિન્સને ઓસ્ટ્રેલિયા તરફથી એક વિકેટ મળી હતી. 

AUSTRALIA vs ENGLAND team #ICC World Cup : ડિફેન્ડીંગ ચેમ્પીયનને હરાવી યજમાન ટીમ ઇંગ્લેન્ડ ફાઇનલમાં પહોંચી

ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીત્યો હતો અને પ્રથમ બેટિંગ પંસદ કરી હતી. ઓસ્ટ્રેલીયા 49 ઓવરમાં 223 રન પર ઓલ આઉટ થઇ ગયું છે. ઑસ્ટ્રેલિયા માટે, સ્મિથ 85 અને એલેક્સ કેરીએ 46 રન બનાવ્યા. ઈંગ્લેન્ડ માટે, વોલ્ક્સ અને રશીદે 3-3 વિકેટ લીધી. આર્ચરને 2 વિકેટ લીધી અને વુડ 1 સફળતા મેળવી. ન્યૂઝિલેંડ પહેલાથી જ ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી ચૂંક્યું છે. ત્યારે આજની સેમી ફાઇનલ બીજા દાવેદારને નકકી કરશે. આપને જણાવી દઇએ કે બને સેમી ફાઇનલ વિજેતા ટીમ જુલાઈ 14 ના રોજ ફાઇનલ મેચમાં ટકરાશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.