Not Set/ પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીનું AIIMSમાં નિધન, ઘણા સમયથી હતા બીમાર

દિલ્હી, પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીનું શનિવારે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર રહ્યા હતા. એમ્સ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેઓ ખૂબ જ દુ:ખ સાથે માહિતી આપી રહ્યા છે કે 24 ઓગસ્ટના રોજ 12:07 વાગ્યે, માનનીય સાંસદ અરૂણ જેટલી હવે આપડા વચ્ચે નથી. આજે અરુણ જેટલીને મળવા કેન્દ્રીય આરોગ્યમંત્રી […]

Top Stories India
aaaaaammp 4 પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીનું AIIMSમાં નિધન, ઘણા સમયથી હતા બીમાર

દિલ્હી,

પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીનું શનિવારે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર રહ્યા હતા. એમ્સ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેઓ ખૂબ જ દુ:ખ સાથે માહિતી આપી રહ્યા છે કે 24 ઓગસ્ટના રોજ 12:07 વાગ્યે, માનનીય સાંસદ અરૂણ જેટલી હવે આપડા વચ્ચે નથી.

આજે અરુણ જેટલીને મળવા કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો હર્ષવર્ધન એમ્સ પહોંચ્યા હતા. ગૃહ પ્રધાન અમિત શાહ અરૂણ જેટલીના મૃત્યુના સમાચાર સાંભળીને હૈદરાબાદથી પરત આવી રહ્યા છે.

ભાજપનાં વરિષ્ઠ નેતા અરૂણ જેટલીને 9 ઓગષ્ટનાં રોજ ગભરાટ અને નબળાઇની ફરિયાદ બાદ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિડલા અને ભાજપનાં અન્ય ટોચનાં નેતાઓ અરુણ જેટલીની મુલાકાત લેવા હોસ્પિટલ ગયા હતા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ પણ તેમને જોવા માટે એઈમ્સ પહોંચ્યા હતા. આ પહેલા અરૂણ જેટલીને વજન ઘટાડવા માટે પેટની ચરબીની સર્જરી કરાવી પડી હતી. આપને જણાવી દઇએ કે, તેમની કિડનીને વર્ષ 2018માં એઈમ્સમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.

aiims-jaitely_082419123904.jpg

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.