Not Set/ લતાજીએ પ્રથમ વખત ગુજરાતીમાં નરેન્દ્ર મોદીની માતાને લખ્યો હતો પત્ર અને કહ્યું…

ઘણા ઓછા લોકો જાણતાં હશે કે સ્વ.લતાજીએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાને પત્ર લખ્યો હતો અને તે પણ ગુજરાતીમાં.

Top Stories Entertainment
1 7 લતાજીએ પ્રથમ વખત ગુજરાતીમાં નરેન્દ્ર મોદીની માતાને લખ્યો હતો પત્ર અને કહ્યું...

આજનો દિવસ સમગ્ર દેશ માટે ગમગીન બની રહ્યો. સ્વરની દેવી અને ભારતીય સિનેમાની સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરનું નિધન થયુ. આ સમાચાર વાયુવેગે સમગ્ર વિશ્વમાં ફેલાઇ ગયા. સ્વ. લતાજીએ પોતાનું આખું જીવન ઇન્ડસ્ટ્રીને અર્પણ કરી દીધું હતું.  અનેક ચડાવ-ઉતાર હોવા છતાં તેઓ એ મુકામ પર પહોંચ્યા જ્યાં ભાગ્ય જ કોઇ પહોંચી શકે છે. તેમની એવી અનેક વાતો છે જે કદાચ અજાણી છે.  ઘણા ઓછા લોકો જાણતાં હશે કે સ્વ.લતાજીએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાને પત્ર લખ્યો હતો અને તે પણ ગુજરાતીમાં.

જ્યારે નરેન્દ્ર મોદી બીજી વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારે લતાજીએ નરેન્દ્ર મોદીના માતા હીરાબાને પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતુ કે આપના સુપુત્ર અને મારા ભાઇ નરેન્દ્ર મોદી ફરીવાર પ્રધાનમંત્રી બન્યા તેના માટે ખુબ ખુબ શુભકામના. આ પત્રમાં લતાજીએ એ પણ લખ્યું હતુ કે હું પ્રથમ વખત ગુજરાતીમાં પત્ર લખી રહી છું માટે કોઇ ભૂલચૂક હોય તો માફ કરશો.

સૌ કોઇ જાણે છે કે કોકીલ કંઠી સ્વ. લતા મંગેશકરને માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં પરંતુ રમત-જગત, રાજકીય અને દરેક ક્ષેત્રના લોકો સાથે સારા સબંધ હતા. તેમના અવાજના જાદુની અસર બધા પર થઇ છે. તેમનો સ્વભાવ પણ એટલો જ સરલ અને સૌમ્ય હતો જેના કારણે આજે સમગ્ર દેશ તેમના જવાથી શોક મગ્ન છે. પ્રેમ તો બધાને મળે છે પરંતુ લતાજીનું જે સન્નમાન હતું તે ભાગ્યે જ કોઇના ભાગ્યમાં હશે. આજે તેઓ આપણી વચ્ચે નથી પરંતુ તેમના ગીતો અને આવી નાની મોટી યાદોથી તે કાયમ આપણા દીલમાં જીવંત રહેશે..