Not Set/ ભાજપની ભવિષ્યવાણી બની સાચી, યુપીમાં સપા-બસપા ગઠબંધનમાં થયુ ભંગાણ, માયાવતી પોતાના દમ પર લડી શકે છે પેટાચૂંટણી

લોકસભાની ચૂંટણીમાં યુપીમાં થયેલી હાર બાદ, બીએસપી-એસપીનાં સંબંધોમાં ખટાસ જોવા મળી રહી છે. સોમવારે યોજાયેલી બીએસપીની બેઠકમાં માયાવતીએ હારનાં કારણોની સમીક્ષા કરી હતી. સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે, માયાવતીએ બેઠકમાં જણાવ્યું હતું કે આ ગઠબંધનને યુપીમાં ફાયદો થયો નથી અને યાદવોનાં મતો બીએસપીમાં ટ્રાન્સફર થયા નથી. માયાએ કહ્યું કે તેમને જાટોનાં મતો મળ્યા નથી. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, […]

Top Stories India
akhileshyadav mayawati 1 ભાજપની ભવિષ્યવાણી બની સાચી, યુપીમાં સપા-બસપા ગઠબંધનમાં થયુ ભંગાણ, માયાવતી પોતાના દમ પર લડી શકે છે પેટાચૂંટણી

લોકસભાની ચૂંટણીમાં યુપીમાં થયેલી હાર બાદ, બીએસપી-એસપીનાં સંબંધોમાં ખટાસ જોવા મળી રહી છે. સોમવારે યોજાયેલી બીએસપીની બેઠકમાં માયાવતીએ હારનાં કારણોની સમીક્ષા કરી હતી. સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે, માયાવતીએ બેઠકમાં જણાવ્યું હતું કે આ ગઠબંધનને યુપીમાં ફાયદો થયો નથી અને યાદવોનાં મતો બીએસપીમાં ટ્રાન્સફર થયા નથી. માયાએ કહ્યું કે તેમને જાટોનાં મતો મળ્યા નથી. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, માયાવતીએ યુપીમાં થોડા દિવસોમાં થનારી 11 વિધાનસભાની પેટા-ચૂંટણીમાં એકલા લડવાની જાહેરાત કરી છે.

બેઠક દરમિયાન, માયાવતીએ જણાવ્યું હતું કે શિવપાલ યાદવે યાદવનાં મતોને કાપી નાખ્યાં છે. આપને જણાવી દઇએ કે લોકસભા ચૂંટણી પહેલાં મોટી તૈયારી બાદ એસપી, બીએસપી અને આરએલડી વચ્ચે ગઠબંધન હતું. યુપીમાં 50 થી વધુ બેઠકો જીતવા માટે ત્રણ પક્ષોએ દાવો કર્યો હતો. પરંતુ લોકસભાની ચૂંટણીનાં પરિણામ અપેક્ષાઓથી ઉલટા રહ્યા હતા અને બીએસપી માત્ર 10 બેઠકોમાં જ જીત મેળવી શકી હતી જ્યારે એસપીને ફક્ત 5 બેઠકો મળી હતી. જ્યારે ભાજપનાં નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને 64 બેઠકો મળી હતી. લોકસભાની ચૂંટણીમાં, બીએસપી 38, એસપી 37 અને આરએલડીએ 3 બેઠકો પર ચૂંટણી લડી હતી. જો કે ગઠબંધને કોંગ્રેસ માટે અમીઠી અને રાયબરેલીની બેઠકો છોડી દીધી હતી

સુત્રોનાં જણાવ્યા મુજબ, માયાવતીનાં તેવર જોયા બાદ સંકેત મળ્યા છે કે જલ્દી જ એસપી અને બીએસપી ગઠબંધન રાજ્યમાં તૂટી જશે. સમીક્ષા બેઠકમાં ગઠબંધનથી માયાવતી નાખુશ જોવા મળ્યા હતા. માયાવતીની પેટાચૂંટણી લડવાની જાહેરાત તેના વલણોમાં મોટો ફેરફાર તરીકે જોવામાં આવે છે. આપને જણાવી દઇએ કે, સામાન્ય રીતે બસપા પેટાચૂંટણી લડતુ નથી. સપા-બસપાનાં ગઠબંધન વિશે ભાજપ પક્ષ તરફથી આ પહેલા એક ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે આ ગઠબંધન ચૂંટણી પૂરતુ રહેશે અને બાદમાં હાર મળ્યા બાદ તેમા ભંગાણ થવુ નિશ્ચિત છે. જેની શરૂઆત થતી હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.