Not Set/ ઉપવાસનો ચોથો દિવસ: હાર્દિકનું સ્વાસ્થ્ય નોર્મલ, NCPના નેતા પ્રફુલ પટેલે કરી મુલાકાત

અમદાવાદ, ગુજરાતમાં પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવામાફી માટે આમરણાંત ઉપવાસના આજે ચોથો દિવસ છે. ત્યારે સોલા સિવિલની મેડિકલ ટીમ દ્વારા હાર્દિક પટેલની મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી. ડોકટરની ટીમ દ્વારા હાર્દિક પટેલને વધુમાં વધુ લીકવીડ લેવાની સલાહ આપી હતી ડોકટરે તપાસ બાદ હાર્દિકનું સ્વાસ્થય નોર્મલ હોવાની વાત કરી હતી. ડોકટરે હાર્દિકનું બ્લડ પ્રેશર તેમજ […]

Top Stories Ahmedabad
02 ઉપવાસનો ચોથો દિવસ: હાર્દિકનું સ્વાસ્થ્ય નોર્મલ, NCPના નેતા પ્રફુલ પટેલે કરી મુલાકાત

અમદાવાદ,

ગુજરાતમાં પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવામાફી માટે આમરણાંત ઉપવાસના આજે ચોથો દિવસ છે. ત્યારે સોલા સિવિલની મેડિકલ ટીમ દ્વારા હાર્દિક પટેલની મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ડોકટરની ટીમ દ્વારા હાર્દિક પટેલને વધુમાં વધુ લીકવીડ લેવાની સલાહ આપી હતી ડોકટરે તપાસ બાદ હાર્દિકનું સ્વાસ્થય નોર્મલ હોવાની વાત કરી હતી. ડોકટરે હાર્દિકનું બ્લડ પ્રેશર તેમજ સુગર સાથે બીજા પણ ટેસ્ટ કર્યા હતા. હાલની હાર્દિકની સ્થિતિ જોતા ડોકટરે હાર્દિકની તબિયત સારી હોવાનું જણાવ્યું હતુ.

આજે હાર્દિક પટેલની મુલાકાત માટે એનસીપીના નેતા પ્રફુલ પટેલે મુલાકાત કરી હતી અને હાર્દિક પટેલને તેમનું તેમજ તેની પાર્ટીનું સમર્થન જાહેર કર્યું હતું. એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે રાજ્ય સરકાર પર આક્રરા પ્રહાર પણ કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે, પોલીસ દ્વારા તેમણે પણ રોકવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી. ત્યારે પ્રફુલ પટેલનું કહેવું છે કે, પોલીસ દ્વારા ખોટી રીતે અહિં આવતા પાટીદારોને હેરાન કરવામાં આવી રહ્યા છે.

https://twitter.com/HardikPatel_/status/1034107684541394944

સોમવારે 28 જેટલા કોંગ્રેસના ધારાસભ્યોએ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. હાર્દિક પટેલની મુલાકાત લેનાર ધારાસભ્યોમાં વિરજી ઠુંમર, લાખાભાઈ ભરવાડ, બ્રિજેશ મિરજા, લલિત વસોયા, લલિત કગથરા, કિરીટ પટેલ, નૌશાદ સોલંકી, બાબુભાઈ વાજા, પુંજાભાઈ વંશ, આનંદ ચૌધરી, હર્ષદ રિબડિયા, જશપાલ પઢિયાર, ભીખુભાઈ જોશી, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, મોહનસિંહ રાઠવા, અમરીશ ડેર, અક્ષય પટેલ, પી.ડી. વસાવા, ચિરાગ કથીરિયા, મુકેશ પટેલ, ઈન્દ્રજિતસિંહ, મનહર પટેલ, હિમાંશુ પટેલ, જયરાજસિંહ પરમાર, અતુલ પટેલ, નરેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે.