Not Set/ ધોરણ 10નું પરિણામ જાહેર: આ વર્ષે સુરત જિલ્લો ટોપ પર, દાહોદનું સૌથી ઓછું પરિણામ

ધોરણ 10નું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. બોર્ડનું પરિણામ આ વખતે 67.50 ટકા જાહેર થયું છે. બોર્ડનું પરિણામ વેબસાઈટ પર પરિણામ જાહેર થયુ છે. www.gseb.org પર વિધાર્થીઓ પરિણામ જોઇ શકે છે. આ વખતે 11 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓનું પરિણામ રોકવામાં આવ્યું છે. 1,566 વિદ્યાર્થીઓનું પરિણામ રોકવામાં આવ્યું છે. કુલ […]

Top Stories Gujarat Trending
ahmedabad ધોરણ 10નું પરિણામ જાહેર: આ વર્ષે સુરત જિલ્લો ટોપ પર, દાહોદનું સૌથી ઓછું પરિણામ

ધોરણ 10નું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. બોર્ડનું પરિણામ આ વખતે 67.50 ટકા જાહેર થયું છે. બોર્ડનું પરિણામ વેબસાઈટ પર પરિણામ જાહેર થયુ છે. www.gseb.org પર વિધાર્થીઓ પરિણામ જોઇ શકે છે.

આ વખતે 11 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓનું પરિણામ રોકવામાં આવ્યું છે. 1,566 વિદ્યાર્થીઓનું પરિણામ રોકવામાં આવ્યું છે.

કુલ 908 કેન્દ્ર તેજમ પેટા કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવી હતી. ગયા વર્ષે ધોરણ 10નું પરિણામ 68.24 ટકા રહ્યું હતું. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ખોરાસામાં જ્યાં 96.93 ટકા રહ્યું. સૌથી ઓછુ પરિણામ દાહોદમાં 37.35 ટકા પરિણામ આવ્યું છે.

ધોરણ- 10 ના પરિણામમાં સુરતનો ડંકો વાગ્યો છે. રાજ્યમાં સૌથી વધુ પરિણામ 80.6 ટકા આવ્યું છે. સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડતા કુલ 1233ને એ- ગ્રેડ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે બોર્ડે નિર્ધારિત કરેલા સમય પહેલા જ પરિણામને ઓનલાઈન મૂકી દેવામાં આવ્યું હતું.

પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓએ પોતાના નંબર નાંખીને બોર્ડ વિધિવત રીતે પરીણામ જાહેર કરે એ પહેલા જ વહેલી સવારે વેબસાઈટ પર જોઈ લીધું હતું. સૌથી વધુ પરિણામ આવતા સુરતના વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. બપોરે 11 વાગ્યા બાદ વિધાર્થીઓને તેમની સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે. આ વર્ષનું પરિણામ ગયા વર્ષ કરતા ઓછું રહ્યું હતું.

ગુજરાતી કરતા હિન્દી અને અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓના પરિણામની ટકાવારી ઉંચી છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની ટકાવારી 65.16 છે અને અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓની ટકાવારી 90.12 છે જયારે હિન્દી માધ્યમના વિધાર્થીઓની ટકાવારી 72.30 છે.

અમદાવાદ- 72.42 ટકા,

ગાંધીનગર- 70.13 ટકા,

ભાવનગર- 69.17 ટકા,

મહેસાણા- 71.24 ટકા,

નવસારી- 70.71 ટકા,

પાટણ- 62.04 ટકા,

આણંદ- 60.૩૩ ટકા,

સાબરકાંઠા- 60.૩૩ ટકા,

ગીર સોમનાથ- 69.16 ટકા,

પોરબંદર- 62.81 ટકા,

વડોદરા- 66.00 ટકા.