Not Set/ જમ્મુ-કાશ્મીર : શોપિયા જીલ્લામાં આતંકી હુમલો, ૩ પોલીસ જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જીલ્લામાં આતંકીઓએ હુમલો કરી દીધો છે. આ હુમલામાં જમ્મુ-કાશ્મીરના ૩ જવાન શહિદ થઇ ગયા છે અને એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસના સુત્રોના જણાવ્યા પ્રમાણે શોપિયાના જૈનપોરા વિસ્તારમાં મંગળવારે બપોરે આતંકવાદીઓએ અચાનક પોલીસ પાર્ટી પર હુમલો કરી દીધો હતો. જ્યાં સુધી પોલીસકર્મીઓ વળતો પ્રહાર કરે તે પહેલા તેમને ગોળી વાગી ચુકી […]

India Trending
58762 vqdvmhynjx 1505015762 જમ્મુ-કાશ્મીર : શોપિયા જીલ્લામાં આતંકી હુમલો, ૩ પોલીસ જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જીલ્લામાં આતંકીઓએ હુમલો કરી દીધો છે. આ હુમલામાં જમ્મુ-કાશ્મીરના ૩ જવાન શહિદ થઇ ગયા છે અને એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે.

પોલીસના સુત્રોના જણાવ્યા પ્રમાણે શોપિયાના જૈનપોરા વિસ્તારમાં મંગળવારે બપોરે આતંકવાદીઓએ અચાનક પોલીસ પાર્ટી પર હુમલો કરી દીધો હતો.

જ્યાં સુધી પોલીસકર્મીઓ વળતો પ્રહાર કરે તે પહેલા તેમને ગોળી વાગી ચુકી હતી. બીજી તરફ આતંકવાદીઓ પોલીસકર્મીઓના હથીયાર પણ ચોરીને લઇ ગયા હતા.

સુરક્ષાબળ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. ઘાયલ પોલીસ જવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં દખલ કરવામાં આવ્યો છે.