Not Set/ કાશ્મીર મામલે પાકિસ્તાનમાં હડકંપ, ઇમરાન ખાને જાહેર કર્યા આ 3 પગલા

ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370  હટાવવાના નિર્ણય બાદ પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવાનાં ભારત સરકારનાં નિર્ણયને પગલે પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાન, ભારત વિરુદ્ધ બેઠક અને રેટરિક રજૂ કરી રહ્યા છે. ભારતીય સંસદ દ્વારા કલમ 370 હટાવવાનાં બિલને મંજૂરી મળ્યા બાદ પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને બુધવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની […]

Top Stories India
imran2 e1565187587209 કાશ્મીર મામલે પાકિસ્તાનમાં હડકંપ, ઇમરાન ખાને જાહેર કર્યા આ 3 પગલા

ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370  હટાવવાના નિર્ણય બાદ પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવાનાં ભારત સરકારનાં નિર્ણયને પગલે પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાન, ભારત વિરુદ્ધ બેઠક અને રેટરિક રજૂ કરી રહ્યા છે. ભારતીય સંસદ દ્વારા કલમ 370 હટાવવાનાં બિલને મંજૂરી મળ્યા બાદ પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને બુધવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક યોજી હતી. આ બેઠકમાં પાકિસ્તાને ભારત સાથેનાં વ્યાપારિક સંબંધોને સમાપ્ત કરવા સહિતનાં અનેક નિર્ણયો લીધા છે. 

75cbf988854baa223e51c11900dc4726 કાશ્મીર મામલે પાકિસ્તાનમાં હડકંપ, ઇમરાન ખાને જાહેર કર્યા આ 3 પગલા

પ્રાપ્ત વિગતોના આધારે ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં પોતાનાં નિવાસ સ્થાને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક યોજી હતી. આ બેઠકમાં ત્રણ મહત્વની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ લીધેલા ત્રણ નિર્ણયો નીચે મુજબ છે.

imran khan 1 કાશ્મીર મામલે પાકિસ્તાનમાં હડકંપ, ઇમરાન ખાને જાહેર કર્યા આ 3 પગલા

1. ભારત સાથે રાજદ્વારી સંબંધોને ઘટાડવાનો નિર્ણય  
2. ભારત સાથે દ્વિપક્ષીય વેપાર પર પ્રતિબંધ 
3. ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા

આપને જણવી દઇએ કે, અગાઉ પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો પાછો ખેંચ્યો છે, તો પાકિસ્તાન આ મામલો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જશે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે, કલમ 370 પાછી ખેંચી લેવાથી ભારતમાં પુલવામા જેવા આતંકી હુમલા થઈ શકે છે.

Imran Khan 644x362 e1534947553328 કાશ્મીર મામલે પાકિસ્તાનમાં હડકંપ, ઇમરાન ખાને જાહેર કર્યા આ 3 પગલા

મહત્વનું છે કે, ભારત સરકારે બંધારણની કલમ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાની જોગવાઈઓને દૂર કરીને અતિ સંવેદનશીલ ગણાતા આ સરહદી રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધી હતી. સરકારના આ પગલાને સંસદની મંજૂરી પણ મળી ગઇ છે અને તમામ વાતો વચ્ચે સરકારના પગલાનું અમલીકરણ પણ તુરંતમાં જ કરી દેવામા આવ્યું છે. 

આ પણ અહેવાલ જુઓ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.