ગુજરાત/ સુરતના સેનેટરી ઇન્સ્પેકટર ભીખુએ કર્યું એવુ કામ કે કોર્પોરેશનની પણ થઇ ફજેતી,જાણો શુ છે આખી હકીકત

સુરતમાં એક મહિલાને નોકરી અને લગ્નની લાલચ આપી સુરત મહાનગરપાલિકા ના કતારગામ ઝોન ના સેનેટરી ઇન્સ્પેક્ટરે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2024 03 08T140219.594 સુરતના સેનેટરી ઇન્સ્પેકટર ભીખુએ કર્યું એવુ કામ કે કોર્પોરેશનની પણ થઇ ફજેતી,જાણો શુ છે આખી હકીકત

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં એક મહિલાને નોકરી અને લગ્નની લાલચ આપી સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના સેનેટરી ઇન્સ્પેક્ટરે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું.એકજ સંપ્રદાય માં સત્સંગ દરમ્યાન બંને વચ્ચે પ્રથમ મુલાકાત થઈ હતી.ત્યાર બાદ સેનેટરી ઇન્સપેક્ટરે મહિલાને બ્લેકમેઇલ કરી ધમકી આપી મહિલા સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું.આખરે છેવટે મહિલા એ સલાબતપુરા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસે સેનેટરી ઇન્સ્પેકટર ભીખુ અંજારા ની ધરપકડ કરી હતી

સુરતના કડોદરા ખાતે રહેતી 37 વર્ષની બે દીકરીઓની માતા સાથે દુષ્કર્મની ઘટના બની હતી એક વર્ષ દરમિયાન સુરતના કતારગામ ઝોનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારીએ બ્લેકમેલ કરી ધમકી આપી  અને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સેનેટરી ઇન્સ્પેક્ટર અને આ મહિલા બને બ્રહ્મકુમારી ધર્મને માને છે બંને સૌ પ્રથમ મહાશિવરાત્રીના કાર્યક્રમમાં કતારગામ ખાતે મળ્યા હતા જ્યાં બંને સૌપ્રથમવાર મળ્યા હતા અને ત્યારે વાતચીત થતા મહિલા અને સેનેટરી ઇન્સ્પેક્ટર એ બંને નંબરની આપ લે કરી હતી. ત્યારબાદ ધીમે ધીમે મિત્રતા થઈ હતી સાથે સાથે વાર તહેવારે સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખાભાઈ મીઠાઈ લઈને એ કામિનીબેન ના ઘરે આવતા હતા ત્યારબાદ તેમને અને તેમની દીકરીઓને ફરવા પણ લઈ ગયા હતા.

આ દરમિયાન મહિલાના પતિ નાઈટ શિફ્ટ માં હતા તે દરમિયાન સેનેટરી ઇન્સ્પેક્ટર એ મહિલા સાથે સંબંધ બાંધવા જણાવ્યું હતું અને મહિલા નહીં માનતા તે ફરવા ગયા ત્યારના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને દુષ્કર્મ ગુજાર્યું હતું.ત્યારબાદ મહિલાને લગ્નની લાલચ આપી  અવારનવાર સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુભાઈ સોસાયટીમાં આવતા હતા જેથી સોસાયટીમાં બધા લોકો વાતો કરશે તેવું મહિલાએ જણાવી ઘરે નહીં આવવા વાત કરી હતી. ત્યારબાદ ભીખુભાઈએ ધમકી મારી હતી કે જો તે નહીં માને તો તેમના સંબંધ જાહેર કરી દેશે.

ત્યારબાદ સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ ભાઈ સુરત ટેક્સટાઇલ માર્કેટની સામે બ્રિજ નીચે પાલિકાના શૌચાલયમાં બનાવવામાં આવેલી નાની ઓરડીમાં વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. જેનાથી કંટાળી મહિલાએ સલાહબાદપુરા પોલીસ મથકમાં સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ મૂળજી અંજારા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે તાત્કાલિક કતારગામ ઝોનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ભીખો મૂળજી અંજારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PSIની ભરતીને લઈ મોટા સમાચાર, PSI ની ભરતી માટે નવા નિયમો કરાયા જાહેર

આ પણ વાંચો:ભુવાલડી ખાતે ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ, 51 યુવક યુવતિઓ લગ્નગ્રંથીમાં જોડાયા

આ પણ વાંચો:વિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહિલાઓને મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા સન્માનિત કરાયા

આ પણ વાંચો:કોંગ્રેસ ખેડૂતોની તરફ અને PM મોદી ઉદ્યોગપતિઓની રાજનીતિ કરે છે, ગુજરાતમાં રાહુલ ગાંધીનો મોટો પ્રહાર

આ પણ વાંચો:ગુજરાતની બાકીની 11 બેઠકો પર ભાજપમાંથી કોને મળી શકે છે ટિકિટ? જાણો કયા નામ ચર્ચામાં