ગાંધીનગર/ વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહિલાઓને મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા સન્માનિત કરાયા 

રાજ્યના મુખ્યમંત્રી પણ મહિલાઓની ખૂબ ચિંતા કરી રહ્યા છે ત્યારે એક મહિલા તરીકે આપણા સૌમાટે ચોક્કસ ગર્વની વાત છે – મંત્રી ભાનુબેન બાબરીયા

Gujarat Gandhinagar
YouTube Thumbnail 2024 03 07T194531.121 વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહિલાઓને મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા સન્માનિત કરાયા 

Gandhinagar News: ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે  મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની રાજ્યવ્યાપી ઉજવણી તા. ૦૬ માર્ચનાં રોજ મંત્રી ભાનુબેન બાબરીયા,  મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતાના અધ્યક્ષસ્થાને  સમગ્ર કાર્યક્ર્મનું આયોજન ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર  એવોર્ડ,  આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ, શિક્ષણની વાતના મુદ્દા પરત્વે વાલીઓ સાથે સંવાદ, ભૂલકા મેળો, TLM પ્રદર્શન અને સ્ટોલની મુલાકાત, મહિલા અને બાળ વિકાસની સિદ્ધિઓની તથા બાલિકા પંચાયતની દસ્તાવેજી ફિલ્મ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનું ડિજિટલાઇઝેશન (સ્માર્ટ પેપેરલેસ સેવા)નું લોકાર્પણ, પૌષ્ટિક આહાર – પોષણનો આધાર રેસીપી બુક તથા સુરક્ષિત અને તંદુરસ્ત માતૃત્વ માટે માતાની સંભાળ અને પોષણ ફ્લિપ બુકના વિમોચન, નવીન આંગણવાડીના લોકાર્પણ અને ખાત મહુરત કરવામાં આવનાર છે તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ અને વિવિધ ક્ષેત્રોમાં મહારથ હાંસેલ કરેલ મહિલાઓ/ કિશોરીઓ જેમાં પણ ખાસ ગુજરાત મહિલા વિકાસ એવોર્ડ, બાલિકા પંચાયતના સરપંચ દીકરીઓ, માતા યશોદા એવોર્ડ, મહિલા ઉદ્યમીનું સન્માન, વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરેલ દીકરીઓનું સન્માન, શ્રેષ્ઠ TLM, તથા વહાલી દીકરી યોજનાના મંજુરી હુકમ, મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને ચેક/ હુકમ વિતરણ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

વડોદરાની નેશનલ એવોર્ડ “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર”-2024 વિજેતા હેત્વી ખીમસુરિયાને રાષ્ટ્રીય સ્તરે વિશિષ્ઠ સિદ્ધિ હાંસલ કરવા બદલ મહિલા બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તરફથી “વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સન્માન” એવોર્ડ ગુજરાતના મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાનાં હસ્તે એનાયત કરવામાં આવ્યો.

આ અવસરે પ્રાસંગિક ઉદબોધન  કરતાં  મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે મહિલા સન્માન, મહિલા વિકાસ અને મહિલાઓના વિશ્વાસના આજના આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, આગેવાનો, અધિકારીશ્રીઓ તેમજ ઉપસ્થિત મહિલાઓ અને નાના ભૂલકાઓનું હૃદય પૂર્વક સ્વાગત કરતા આનંદની લાગણી થાય છે.આંગણવાડીના બાળકો દ્વારા આજે સાંસ્કૃતિક કાર્યક્રમ કરી સંપૂર્ણ રામાયણ દર્શન કરાવવામાં આવ્યુ તે માટે આંગણવાડીની બહેનોએ રામાયણના પાત્રો વિશે બાળકોને ઉંડાણ પૂર્વક સમજ આપી છે. જેના માટે તેઓ અભિનંદનને પાત્ર છે. આંગણવાડી બહેનોને બિરાદાવતા તેમણે ઉમેર્યું હતું કે જ્ઞાન સાથે ગમ્મત અને ગમ્મત સાથે ધર્મ અને સંસ્કાર પણ બેહનો પીરસે છે. તે ખુશીની વાત છે. રોજિંદા જીવનમાં સ્ત્રીઓ ઘણા પાત્ર ભજવતી હોય છે. ત્યારે ઘણી વખત એવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે જેમાં સ્ત્રી શક્તિનું અપમાન થતું હોય છે. આવા સમયે તેમણે ઉપસ્થિત દરેક મહિલાને આગવા અંદાજમાં કહ્યું હતું કે ‘હમ કિસી કો છેડતે નહી, પર હમે જો છેડતા હૈ ઉસે હમ છોડતે નહીં’

મહિલાઓને જીવનમાં ડગલેને પગલે પરિવાર, સમાજ અને અન્ય ઘણા બધા લોકોની કડવી વાતોનો સામનો કરવો પડતો હોય છે. આવા સમયે મહિલાઓ માટે સરકારે સ્વમાનભેર જીવન જીવવા માટે ઘણી યોજનાઓ અમલી બનાવી મહિલાઓના સ્વમાન અને સ્વાભિમાનની ચિંતા કરી છે. એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, સ્વમાનના ભોગે ક્યારેય કશું જ સહન ન કરવું.સ્વમાન અને ચરિત્ર સાચવવું એ  ખુદ સ્ત્રીના હાથમાં છે. જેના માટે સરકારે અભયમ્ જેવી ઘણી યોજનાઓ અમલી બનાવી છે એટલુજ નહીં પણ સ્ત્રીઓને જરૂરત પડે નિશુલ્ક કાનુની સહાયની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

આ ઉપરાંત તેમણે સ્વસહાય જુથો અંગે વાત કરતા આવાજ એક સ્વસહાય જુથની મહિલાના સંઘર્ષની વાત દ્વારા હાજર મહિલાઓને સરકારની યોજનાથી જીવનમાં સકારાત્મક બદલાવનો દાખલો આપી પ્રેરણા પૂરી પાડી હતી.

આ ઉપરાંત તેમણે પોષણ યોજનાની વાત કરતા જણાવ્યું હતું કે આજની કિશોરી આવતીકાલની માતા છે માટે કુપોષિત કિશોરી હોય તો તેનો આવનારો બાળકમાં કુપોષિત રહેશે. માટે સશક્ત ભારત માટે સુપોષિત કિશોરી એ મહત્વનું અંગ છે. એક સુપોષિત કિશોરી થી એક ઘર ,એક પરિવાર, એક સમાજજ નહીં પણ એક રાષ્ટ્ર સુપોષિત બનશે. યશોદા પુરસ્કાર માટે તેમણે આંગણવાડીની બહેનોના કામને વધાવતા અને વખાણતા શુભેચ્છાઓ આપી તેમના કામને બિરદાવતા જણાવ્યું હતું કે આપણા રાજ્યના મુખ્યમંત્રી પણ મહિલાઓની ખૂબ ચિંતા કરી રહ્યા છે ત્યારે એક મહિલા તરીકે ચોક્કસ આપણને ગર્વ થાય. અંતે તેમણે તેજસ્વીની વિધાનસભા અંગે વાત કરતા આનંદ અનુભવ્યો હતો કેમ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં આપણા તેજસ્વીની વિધાનસભાને સ્થાન મળ્યું છે

આ કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ વિભાગ કમિશનર તથા સચિવ કે. કે નિરાલાએ  મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વર્ષમાં એક વાર થાય છે પરંતુ આપણાને મળેલા કર્મનિષ્ઠ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં આપણા  વિભાગ દ્વારા કાયમ સરકારી યોજનાઓ મહિલાઓ સુધી પહોંચાડવાની જવાબદારી પૂર્ણ કરી મહિલાઓના જીવન ધોરણને ઉંચુ લાવવા સાથે રોજ મહિલા દિવસ ઉજવીએ છીએ. તેમ જણાવી ઉમેર્યું હતું કે, બજેટની સ્થિતિની વાત કરવામાં આવે તો દર વર્ષની જેમ મહિલા સશકિતકરણ માટે સરકારે બજેટમાં વધારો કરી મહિલા અને બાળ વિભાગની શક્તિ પ્રબળ કરી છે.

આ પ્રસંગે ગાંધીનગરના આઈસીડીએસ કમિશનર રણજીતકુમાર સિંઘ, મેયર શ્રી હિતેષભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, સહિત મહાનુભાવો, વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં તબીબ મહિલાના મોતથી ખળભળાટ, મૃતક મહિલા અને P.I. વચ્ચે પ્રેમ સંબંધ

આ પણ વાંચો :પાલનપુર – દાંતા હાઇવે ઉપર અકસ્માત સર્જાતા બે સગા ભાઈઓનાં મોત

આ પણ વાંચો :દસાડા તાલુકાના નાના રણમાં મીઠાના ખારા પાણીના ભાવને લઈ આંદોલન