Banaskantha News: પાલનપુર-દાંતા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા બે સગા ભાઈઓના મોત થયા છે. હાઈવે પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો. બાઈક ઉપર જઈ રહેલા બે સગા ભાઈઓના મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. વડગામ પોલીસને ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર-દાંતા હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટના સર્જાતી હોય છે. તેને પરિણામે મોત પણ થતાં હોય છે. ત્યારે પાલનપુર-દાંતા હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે. હાઈવે પર જઈ રહેલા બાઈક ઉપર સવાર બે ભાઈઓનું બાઈક ટ્રેક્ટર સાથે અથડાયું હતું. બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક ઉપર બેઠેલા બંને સગા ભાઈઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.
અકસ્માત થતાં લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. વડગામ પોલીસને અકસ્માતની જાણ કરવામાં આવી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બે સગા ભાઈઓના મોત થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.
આ પણ વાંચો :દસાડા તાલુકાના નાના રણમાં મીઠાના ખારા પાણીના ભાવને લઈ આંદોલન
આ પણ વાંચો :લોકસભા ચૂંટણી પૂર્વે યોગી આદિત્યનાથ સરકારની કેબિનેટનું વિસ્તરણ