Uttar Pradesh/ લોકસભા ચૂંટણી પૂર્વે યોગી આદિત્યનાથ સરકારની કેબિનેટનું વિસ્તરણ

લોકસભા ચૂંટણી પૂર્વે ઉત્તર પ્રદેશમાં આજે યોગી આદિત્યનાથની કેબિનેટનું વિસ્તરણ થઈ ગયું છે. સુનીલ શર્માએ 2017 અને 2022માં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ગાઝિયાબાદની સાહિબાબાદની  બેઠક પરથતી જીત મેળવી હતી……..

Top Stories India Breaking News
Beginners guide to 2024 03 05T175735.802 લોકસભા ચૂંટણી પૂર્વે યોગી આદિત્યનાથ સરકારની કેબિનેટનું વિસ્તરણ

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશમાં આજે યોગી આદિત્યનાથ સરકારની કેબિનેટનું વિસ્તરણ થયું છે. રાજ્યના રાજભવનમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે ચાર નવા મંત્રીઓને મંત્રીપદના શપથ લેવડાવ્યા છે. મંત્રી તરીકેની શપથ લેનારા SBSP પ્રમુખ ઓ.પી. રાજભર, BJP એમએલસી દારાસિંહ ચૌહાણ, સાહિબાબાદના BJPના ધારાસભ્ય સુનિલ શર્મા, RLDના પુરકાજી ધારાસભ્ય અનિલ કુમારનો સમાવેશ થાય છે.

લોકસભા ચૂંટણી પૂર્વે ઉત્તર પ્રદેશમાં આજે યોગી આદિત્યનાથની કેબિનેટનું વિસ્તરણ થઈ ગયું છે. સુનીલ શર્માએ 2017 અને 2022માં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ગાઝિયાબાદની સાહિબાબાદની  બેઠક પરથતી જીત મેળવી હતી. ઓ પી રાજભરે પહેલા ભાજપનો સાથ છોડ્યો હતો. જોકે, 5 વર્ષ પછી યોગીની કેબિનેટ બેઠકમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

અનિલકુમાર મુજફ્ફરનગરની પુરકાજી બેઠક પર આએલડીના સભ્ય છે. તેઓ ગઠબંધન સમજૂતીના આધારે કેબિનેટમાં મંત્રી બન્યા છે. દારાસિંહ ચૌહાણ પહેલા ભાજપમાંથી સમાજવાદી પાર્ટીમાં જતા રહ્યા હતા. બાદમાં રાજીનામુ આપી ભાજપમાં ફરીથી જોડાયા હતા. હાલમાં તેઓ વિધાન પરિષદના સભ્ય છે. અને ફરીથી મંત્રી તરીકેના શપથ લીધા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :સુકો બરફ ખાવાથી હોસ્પિટલ પહોંચવાનો વારો આવ્યો, જાણો Dry Ice વિશે…

આ પણ વાંચો : Bhart jodo yatra/‘તે ઈચ્છે છે તમે આખો દિવસ મોબાઈલ પર રહો, જય શ્રી રામ બોલો, ભૂખે મરો’, આ