Gurugram Mouth Freshener Dry ice/ સુકો બરફ ખાવાથી હોસ્પિટલ પહોંચવાનો વારો આવ્યો, જાણો Dry Ice વિશે…

સુકો બરફ એ કાર્બન ડાયોક્સાઇડનો ઠંડો અને ઘટ્ટ સ્વરૂપ છે, જેને ભૂલથી પીવામાં આવે તો બળતરા અને ગૂંગળામણનું કારણ બની શકે છે. આવી પરિસ્થિતિમાં, તેના ખતરનાક રસાયણ અને તેની હાનિકારક અસરો વિશે વિગતવાર જાણો.

Lifestyle Health & Fitness
Beginners guide to 2024 03 05T165403.554 સુકો બરફ ખાવાથી હોસ્પિટલ પહોંચવાનો વારો આવ્યો, જાણો Dry Ice વિશે...

Health News: ગત શનિવારે ત્રણ યુગલો તેમના જન્મદિવસની ઉજવણી કરવા રેસ્ટોરન્ટમાં ગયા હતા ત્યારે ભોજન ખાધા પછી ગ્રાહકોને વેઈટર દ્વારા ખાવા માટે માઉથ ફ્રેશનર આપવામાં આવ્યું હતું. જોકે, આ માઉથ ફ્રેશનર નહીં પરંતુ ગ્રાહકોને ડ્રાય આઈસ આપવામાં આવ્યો હતો. સૂકા બરફના કારણે પાંચેય લોકોને મોઢામાંથી લોહીની ઉલ્ટી થવા લાગી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

What is dry ice and how does it affect your health?

પરંતુ સુકો બરફ (Dry Ice) શું છે?

સુકો બરફ એ કાર્બન ડાયોક્સાઇડનો ઠંડો અને ઘટ્ટ સ્વરૂપ છે, જેને ભૂલથી પીવામાં આવે તો બળતરા અને ગૂંગળામણનું કારણ બની શકે છે. આવી પરિસ્થિતિમાં, તેના ખતરનાક રસાયણ અને તેની હાનિકારક અસરો વિશે વિગતવાર જાણો.

સુકો બરફ -78.5°C (-109.3°F)ના તાપમાને કાર્બન ડાયોક્સાઇડ (CO2)નું ઘન સ્વરૂપે બનતો હોય છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે રેફ્રિજરેટરમાં, મનોરંજન અને થિયેટરમાં ધુમાડો અથવા ધુમ્મસની અસરો બનાવવા અને શિપિંગ દરમિયાન નાશવંત માલસામાનને સાચવવા માટે થાય છે.

What Is Dry Ice And How Consuming It At A Gurugram Restaurant Landed Diners  In Hospital

સુકા બરફનું સેવન કરવાથી કેટલાક હાનિકારક પરિણામો જોવા મળી શકે છે

શુષ્ક બરફના સીધા સંપર્કથી ત્વચા અને પેશીઓ થીજી જવાથી નેક્રોસિસ અથવા તેને નુકસાન થઈ શકે છે. સુકો બરફ ખૂબ જ ઠંડો હોવાથી તેને ખાવાથી મોં, ફૂડ પાઈપ અને જઠરના માર્ગમાં બળતરા થઈ શકે છે.

સુકા બરફ કાર્બન ડાયોક્સાઇડ ગેસમાં રૂપાંતરિત થાય છે, જે ઘનમાંથી ગેસમાં સીધો બને છે. આવી પરિસ્થિતિમાં તેને ખાધા પછી મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસ બહાર નીકળી શકે છે.

જેના પરિણામે પેટનું ફૂલવું અને પેટમાં દુખાવો થઈ શકે છે. ઉપરાંત, જો આ ગેસ લોહીમાં ઓક્સિજનનું સ્થાન લે છે, તો તે ઓક્સિજનની ઉણપ પણ પેદા કરી શકે છે. જેથી શ્વાસ લેવામાં સમસ્યા પેદા થાય છે.

સુકો બરફ ખાધા પછી આ ઉપાયો જરૂર અજમાવો

તાત્કાલિક ડોક્ટરની મદદ લો.

જો કોઈએ અજાણતાથી ડ્રાય આઈસ ખાઈ લીધો હોય તો તેને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જાઓ.

લક્ષણો.

પેટમાં દુખાવો, બળતરા થવી, શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય.

ઊલટી ન થવા દેવી.

જ્યારે કોઈ વસ્તુઓ ખાઈએ તે પછી ઉલટી થવા દેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ સુકા બરફના કિસ્સામાં ઊંધુ જોવા મળે છે.  કારણ કે આનાથી ફૂડ પાઇપ અને જઠરના અંદરના ભાગમાં નુકસાન થવાનું જોખમ વધી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો : Bhart jodo yatra/‘તે ઈચ્છે છે તમે આખો દિવસ મોબાઈલ પર રહો, જય શ્રી રામ બોલો, ભૂખે મરો’, આજ તેમનું કહેવું છે રાહુલનો મોદીને ટોન્ટ 

આ પણ વાંચો : Breaking News/લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો, અર્જુન મોઢવાડિયા-અંબરીશ ડેરે કર્યા કેસરિયા