Gandhinagar News: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં પણ કોંગ્રેસને એવો જ આંચકો લાગ્યો છે. ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના પ્રવેશ પહેલા જ પાર્ટીના પ્રદેશ પ્રમુખ અંબરીશ ડેર અને વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ભાજપમાં જોડાય ગયા છે.
સી. આર પાટીલે આ સમારંભમાં કાર્યકર્તાઓનું સ્વાગત કરતા જણાવ્યુ કે, ‘લોકોને મદદ કરવાની ભાવના માટેનુ પ્લેટફોર્મ મળે તે માટે તમે પીએમ મોદીની આગેવાનીમાં ભાજપમાં જોડાઇ રહ્યા છે તે બદલ આપનું સ્વાગત છે.’રાજકીય સુત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા જ સમગ્ર ઓપરેશન હાથ ધરી રહ્યાં છે. 7મી તારીખે મોટાપાયે કોંગ્રેસના કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવવાનો કાર્યક્રમ હોવાનું પણ જાણવા મળ્યું છે.
અર્જુન મોઢવાડિયા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને પોરબંદર બેઠક પરથી ભાજપને મજબૂત ટક્કર આપી રહ્યાં હતા. તેઓ પોરબંદરના ધારાસભ્ય હતા. પરંતુ કોંગ્રેસની હાલની રણનીતિના કારણે તેમને મોહભંગ થયો હોય તેમ તેમણે છેલ્લા એકાદ અઠવાડિયાથી ચાલી રહેલી અટકળો વચ્ચે ગઇકાલે સાંજે ધારાસભ્ય પદેથી અને કોંગ્રસમાંથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, હું કોના દબાણમાં આવીને કે કોઇનાથી ડરીને રાજીનામું આપી રહ્યો નથી. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પણ ગઇકાલે સવારે જ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાવા અંગે વાત કરતા કહ્યું હતું કે, ભાજપમાં જોડાવા માટે કોઇ સોદો કર્યો નથી. જ્યાં લાગણીના સંબંધ હોય ત્યાં સોદા ન થાય. કોંગ્રેસના રામ મંદિર પ્રત્યેના વલણથી હું દુઃખી છું.
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારીની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય
આ પણ વાંચો:પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસ રામ રામ….
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, આ દિગ્ગજ નેતા છોડશે કોંગ્રેસનો હાથ