ચીન/ PLA પર અરુણાચલ પ્રદેશ સરહદ પરથી 17 વર્ષના યુવકનું અપહરણ કરવાનો આરોપ

ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલુ છે,ત્યારે વધુ એક અવડચંડાઇ ચીને કરી છે,ચીને ભારત સાથેની બાકીની સરહદો પર તેની નાપાક પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે

Top Stories India
10 14 PLA પર અરુણાચલ પ્રદેશ સરહદ પરથી 17 વર્ષના યુવકનું અપહરણ કરવાનો આરોપ

લદ્દાખમાં LAC પર ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલુ છે,ત્યારે વધુ એક અવડચંડાઇ ચીને કરી છે,ચીને ભારત સાથેની બાકીની સરહદો પર તેની નાપાક પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. હવે એ વાત સામે આવી છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી  (pla)એ અરુણાચલ પ્રદેશના અપ્પર્સિયાંગ જિલ્લામાંથી 17 વર્ષના છોકરાનું અપહરણ કર્યો છે તેવો આરોપ છે. બુધવારે પ્રશાસને ભારતીય સરહદેથી છોકરાના અપહરણની જાણકારી આપી છે. અપહરણ કરાયેલા છોકરાનું નામ મીરામ તારોન જણાવવામાં આવી રહ્યું છે. મીરાં તારોન જીડો ગામનો રહેવાસી છે.

સાંસદે કહ્યું કે PLAએ બીજા છોકરાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો. આ છોકરાએ તેના પાર્ટનરના અપહરણ અંગે સ્થાનિક પ્રશાસનને જાણ કરી હતી. ગાઓએ કહ્યું કે તેમણે આ સમગ્ર મામલાની માહિતી ગૃહ રાજ્ય મંત્રી નીતીશ પ્રામાણિકને આપી છે અને સરકારી એજન્સીઓ દ્વારા તેમને જલ્દી મુક્ત કરવાની માંગ કરી છે.

જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે મીરામનું મંગળવારે અપહરણ કરવામાં આવ્યું હતું. મીરામ તારોન એ જૂથનો ભાગ હતો જે બંને દેશોની સરહદ નજીક શિકાર કરી રહ્યો હતો. તે જ સમયે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના ડેપ્યુટી કમિશનર શાસ્વત સૌરભે કહ્યું, “યુવક સ્થાનિક શિકારીઓની ટીમનો ભાગ હતો. અમને જૂથના અન્ય સભ્યો પાસેથી માહિતી મળી છે કે તેનું ભારતીય સરહદની અંદરથી પીએલએ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. ડેપ્યુટી કમિશનરે કહ્યું, ‘આ મામલાની અમને જાણ થતાં જ અમે તે વિસ્તારમાં હાજર ભારતીય સેનાને જાણ કરી દીધી છે. છોકરાને વહેલી તકે બચાવવાના પ્રયાસો ચાલુ છે.