Not Set/ ઓસ્ટ્રેલિયન ઓપનમાં થયો મોટો અપસેટ, ૨૦ વર્ષીય સિસિપાસ સામેની હાર સાથે દિગ્ગજ ખેલાડી ફેડરર થયો બહાર

મેલબર્ન, ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રવિવારે મોટો અપસેટ થયો છે. અત્યારસુધીમાં ૨૦ ગ્રાન્ડસ્લેમ જીતી ચુકેલા સ્વિઝરલેન્ડના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરરની હાર સાથે હવે સતત ત્રીજીવાર આ ખિતાબ જીતવાનું સપનું ચકનાચૂર થઇ ગયું છે. He's done it!@StefTsitsipas knocks out defending champion Roger Federer 6-7(11) 7-6(3) 7-5 7-6(5) to reach his first […]

Top Stories Trending Sports
ઓસ્ટ્રેલિયન ઓપનમાં થયો મોટો અપસેટ, ૨૦ વર્ષીય સિસિપાસ સામેની હાર સાથે દિગ્ગજ ખેલાડી ફેડરર થયો બહાર

મેલબર્ન,

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રવિવારે મોટો અપસેટ થયો છે. અત્યારસુધીમાં ૨૦ ગ્રાન્ડસ્લેમ જીતી ચુકેલા સ્વિઝરલેન્ડના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરરની હાર સાથે હવે સતત ત્રીજીવાર આ ખિતાબ જીતવાનું સપનું ચકનાચૂર થઇ ગયું છે.

રવિવારે રમાયેલા ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં દુનિયાના ત્રીજા નંબરના ખેલાડી ફેડરરનો મુકાબલો ૨૦ વર્ષીય સ્ટેફનોસ સિસિપાસ સામે થયો હતો, જ્યાં સિસિપાસે સ્વિસ દિગ્ગજ ખેલાડીને ૬-૭, ૭-૬, ૭-૫, ૭-૬ના મેરાથોન મુકાબલામાં હાર આપી હતી .

આ હાર સાથે જ રોજર ફેડરર ટુનાર્મેન્ટમાંથી બહાર થઇ ગયો છે, જયારે મોટો અપસેટ કરનારા સિસિપાસે ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

આ ટુર્નામેન્ટની શરૂઆત સાથે ફેડરર ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ સાતમી વખત જીતવા માટે ઉતર્યો હતો, પરંતુ આ હાર બાદ હવે આ સપનું અધૂરું રહ્યું છે.