Bhavnagar three brother drown/ ભાવનગરની માલણ નદીમાં ત્રણ સગા ભાઈઓ ડૂબતા ચકચાર

રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક જ દિવસમાં છ લોકોના ડૂબી જવાથી મોત થયા છે. જેમાં ત્રણ સગા ભાઈઓ અને એક મહિલા અને બાળકનો સમાવેશ થાય છે. ભાવનગર જિલ્લાના મહુવાના માલણ નદીમાં ન્હાવા ગયેલા ચાર યુવાનોના ડૂબી જવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Top Stories Gujarat
Three brother drowned ભાવનગરની માલણ નદીમાં ત્રણ સગા ભાઈઓ ડૂબતા ચકચાર

ભાવનગરઃ રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં Bhavnagar three brother drowned એક જ દિવસમાં છ લોકોના ડૂબી જવાથી મોત થયા છે. જેમાં ત્રણ સગા ભાઈઓ અને એક મહિલા અને બાળકનો સમાવેશ થાય છે. ભાવનગર જિલ્લાના મહુવાના માલણ નદીમાં ન્હાવા ગયેલા ચાર યુવાનોના ડૂબી જવાની ઘટના પ્રકાશમાં આવી છે.

ત્રણેય યુવકો સગા ભાઈઓ હોવાનું પણ બહાર આવ્યું છે જ્યારે ચોથો યુવક પણ એક જ ગામ અને એક જ સમાજનો છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમની મહેનત બાદ ચારેય યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ત્રણ સગા ભાઈઓના અવસાનથી પરિવારમાં શોકનું વાતાવરણ છે. અન્ય એક બનાવમાં સૌરાષ્ટ્રના પોરબંદરના રાણાકંડોરડા ખાતે માતા-પુત્રનું ડૂબી જવાથી Bhavnagar three brother drowned  મોત થયું હતું. કિનારાની સીમ વિસ્તારમાં રમતા રમતા એક બાળક પાણીમાં પડી ગયું હતું. માતા બાળકને બચાવવા ગઈ. આ ઘટનામાં માતા-પુત્ર બંનેનું ડૂબી જવાથી મોત થયું હતું.

એક જ ગામના ચારના મોતથી ચકચાર

ચારેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, 26 ઓગસ્ટના રોજ સાંજે 6.30 કલાકે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં લખુપાડા નજીક માલણ નદીમાં ન્હાવા ગયેલા યુવકો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અંધારું થાય તે પહેલાં ડાઇવર્સની મદદથી ત્રણ મૃતદેહો નદીમાંથી Bhavnagar three brother drowned  બહાર કાઢવામાં આવ્યા હતા. ચોથો મૃતદેહ 27 ઓગસ્ટના રોજ સવારે મળ્યો હતો. પોલીસે જણાવ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘટનાની તપાસ ચાલુ છે. માલણ નદીમાં ડૂબી ગયેલા તમામ લોકો લખુપુરા ગામના રહેવાસી હતા.

બધાની ઉંમર 30 વર્ષથી ઓછી હતી

માલણ નદીમાં તરવા ગયેલા યુવકોની ઉંમર 30 વર્ષથી Bhavnagar three brother drowned  ઓછી હતી. અકસ્માતનો ભોગ બનેલા યુવકોની ઉંમર 17 થી 27 વર્ષની હતી. નદીમાં તરવા ગયેલા યુવકો ઉંડા પાણીમાં ઉતરી ગયા હતા જ્યાંથી તેઓ પરત ફરી શક્યા ન હતા અને ડૂબી ગયા હતા. લખુપુરા ગામમાં એક સાથે ચાર યુવાનોના મોતથી વાતાવરણ અકળાયું છે. ગત મહિને જામનગરમાં પિકનિક મનાવવા માટે આવેલ એક પરિવાર ઓવરફ્લો થતા ડેમમાં ન્હાવા જતા અકસ્માતનો ભોગ બન્યો હતો, જ્યારે તે અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા.

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ પ્રિગોઝીનના મૃત્યુ પાછળ પુતિન પર શંકા

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ ચંદ્રયાનને ટક્કર આપવા ચીન બનાવી રહ્યું છે નવું રોવર, ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં ઉતરવાનું આયોજન, શું હશે ખાસ?

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ ટ્રમ્પની ટ્વિટર પર રિએન્ટ્રી…..

આ પણ વાંચોઃ Yogi Government’s Scheme/ બે ગાય ખરીદવા પર 80 હજાર રૂપિયાની સહાય, જાણો શું છે યોગી સરકારની યોજના

આ પણ વાંચોઃ  US Aircraft Crashes/ ઓસ્ટ્રેલિયામાં અમેરિકાનું મિલિટરી એરક્રાફ્ટ ક્રેશ થયું, અકસ્માત સાથે જોડાયેલા આ મોટા સમાચાર આવ્યા સામે