Not Set/ અંજારમાં હિંદુ ધાર્મિક સંગઠનો દ્વારા આંદોલન, પોલીસે કાર્યકરોને કર્યા ડિટેઇન

અંજાર સર્કલ પાસે હિન્દુ યુવા સંગઠન દ્વારા શાંતિપૂર્વક વાહન રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. હીન્દુ યુવા સંગઠનના કાર્યકરો દ્વારા રસ્તા રોકો આંદોલનની શરૂઆત સાથે જ પોલીસ દ્વારા કાર્યકરોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.

Top Stories Gujarat Others
ચોરી

અંજાર તાલુકામાં મંદિરોમાં વધતી જતી સતત ચોરીઓને રોકવા માટે હિંદુ ધાર્મિક સંગઠનો આંદોલનમાં ઉતરી ગયા હતા. હિંદુ ધાર્મિક સંગઠનો દ્વારા પ્રશાસનને વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ આવ્યું નથી.જેને લઈને આજે અંજાર સર્કલ પાસે હિન્દુ યુવા સંગઠન દ્વારા શાંતિપૂર્વક વાહન રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. હીન્દુ યુવા સંગઠનના કાર્યકરો દ્વારા રસ્તા રોકો આંદોલનની શરૂઆત સાથે જ પોલીસ દ્વારા કાર્યકરોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:હરામીનાળામાં મેગા સર્ચ ઓપરેશન, BSFએ પકડી પાકિસ્તાની 9 બોટ

આ આંદોલનમાં પૂર્વ કચ્છ ઉપાધ્યક્ષ પરેશભાઈ, હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ રાણા ભાઈ આહીર , ઉપપ્રમુખ ભગવાનભાઈ રબારી મંત્રી ગૌતમભાઈ ડાંગર જીતુભાઈ પટેલ, એડવોકેટ હેતલભાઈ સોનપાર, અંજાર શહેર હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ ચેતનભાઇ ઝાલા,ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ,ભરતભાઈ પ્રજાપતિ ,કિશોરભાઈ સોરઠીયા મંત્રી નટવરસિંહ રાણા અર્જુન સિંહ રાણા ગૌરક્ષક દળ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, ઉપપ્રમુખ લકી રાજ સિંહ ઝાલા, મંત્રી કાંતિભાઈ દેવનાણી, આરએસએસના રતનાલ ભગુભાઈ આહીર સહિતનાં લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, અંજાર તાલુકાનાં વીડી ગામે પઠ્ઠાવીડી મધ્યે પુજ્ય સંધ્યા ગીરી બાપુની જગ્યામાં, શ્રીધુણા વારા ડાડા અને સેવકની મઢુલી એમ ત્રણ જગ્યો પર ચોરીની ઘટના બની હતી. જેમા ત્રણ ચાંદીના મુગટ, પિત્તળની લાલાની મુતિ, પાંચ લાખ સહિત અને અન્ય બીજી ઘણી વસ્તુઓની પણ ચોરી થયેલ હોવાનુ મનાય છે. તેમજ રાત્રીના બે વાગ્યાની સમયે ચોર ચોરી કરવા આવેલા પરંતુ તેમને ખ્યાલ ન હોવાના કારણે સીસીટીવી કેમેરા ચોર કેદ થયેલા હતા.

અંજાર પોલીસ સ્ટેશનના પીઆઇ સુખવીરસીગ ગડ્ડએ જણાવ્યું હતું કે, સીસીટીવીમાં કુટેજ આવેલા હોવાથી ચોરીનો ભેદ ઉકેલાય જાશે, પોલીસને જલ્દી સફળતા મળશે.

હીન્દુ યુવા સંગઠન દ્વારા અલ્ટીમેટમ પોલીસને આપવામાં આવ્યું હતું. જેની મુદત પૂર્ણ થયેલ હોવાથી ચોરો જાણે હિન્દુ યુવા સંગઠન તથા સમસ્ત હીન્દુઓને ચેલેન્જ ફેંકતા હોય તેવો તાલ જોવા મળ્યો છે.આજદિન સુધી કોઈ પણ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો નથી. ત્યારે હવે જોવું રહ્યું કે, અંજારના ત્રણ મંદિરોની ચોરીનો ભેદ ક્યારે ઉકેલાશે.

આ પણ વાંચો:આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી ગાઇડલાઈન, 14 ફેબ્રુઆરીથી થશે લાગું…

આ પણ વાંચો: પંજાબમાં ચૂંટણી પહેલા પીએમ મોદીની રેલી, ત્રણ જાહેરસભાઓને કરશે સંબોધિત