Not Set/ બ્લેક ફંગસ માટે ધોયા વગર માસ્ક છે જવાબદાર? જાણો શું કહે એક્સપર્ટ

કોરોનાથી બચવા માટે ઉપયોગમાં લેવાઈ રહેલા માસ્ત તમને સંક્રમણથી જરૂર બચાવી લે છે પણ એ જ માસ્કને લઈને ચોખ્ખાઈની પણ એટલી જ જરૂરિયાત છે.

Top Stories India
A 294 બ્લેક ફંગસ માટે ધોયા વગર માસ્ક છે જવાબદાર? જાણો શું કહે એક્સપર્ટ

કોરોનાથી બચવા માટે ઉપયોગમાં લેવાઈ રહેલા માસ્ત તમને સંક્રમણથી જરૂર બચાવી લે છે પણ એ જ માસ્કને લઈને ચોખ્ખાઈની પણ એટલી જ જરૂરિયાત છે. તાજેતરમાંજ વિશષજ્ઞો દ્વારા આ સંદર્ભે ધ્યાન દોરવામાં આવ્યું છે કે એકનું એક માસ્ક વારંવાર પહેરવું અને ધોયા વગર તેને ફરીથી વપરાશમાં લેવું, બંધ ઓરડામાં સતત રહેવું વગેરે બ્લેક ફંગસને જન્મ આપવા બરાબર છે.

અનેક ચિકિત્સા વિશેષજ્ઞોનું માનવું છે કે જો ધોયેલા સ્વચ્છ માસ્કનો ઉપયોગ ન કરવામાં આવે તો ઓછા હવા ઉજાસવાળા રૂમમાં રહેવાથી બ્લેક ફંગસ જેવી સમસ્યા થઈ શકે છે. કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે આ વાતોને પ્રમાણિત કરવાના કોઈ ક્લિનિકલ પુરાવા નથી. આથી આ વાતો પર વધુ ભરોસો કરી શકાય નહીં.

black fungus 1 બ્લેક ફંગસ માટે ધોયા વગર માસ્ક છે જવાબદાર? જાણો શું કહે એક્સપર્ટ

ઇંદ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલમાં ઇએનટી વિશેષજ્ઞ ડોક્ટર સુરેશ સિંહ નારુકાનું કહેવુ છે કે, બ્લેક ફંગસનુ મુખ્ય કારણ સ્ટેરોઇડનો અનુચિત રીતે ઉપયોગ કરવો છે. તેમણે કહ્યુ કે, બીજી વાત એ છે કે, લાંબા સમય સુધી ધોયા વગર માસ્ક પહેરવુ કે હવાદાર રૂમ મસલન તલઘરમાં રહેવા જેવી રીતને જવાબદાર માનુ છુ. આ માટે કહીશ કે બીજી વાત પણ મ્યુકોરમાઇક્રોસિસને પેદા કરવા માટેનું એક કારણ હોઇ શકે છે.

સર ગંગારામ હોસ્પિટલના ઇએનટી વિભાગના અધ્યક્ષ ડોક્ટર અજય સ્વરૂપે કહ્યુ કે, આપણા શરીરમાં નાસિકા માર્ગમાં અને નેસોફિરિંજિયલ ક્ષેત્રમાં પ્રતીક રૂપમાં મ્યુકર હોય છે. તેમણે કહ્યું કે, “જ્યારે વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે, જેવું કે કોવિડના મામલે થાય છે કો આ મ્યૂકર વધવાનું શરૂ થઈ જાય છે અને સંક્રમણ પેદા કરે છે. આમાં નાકમાંથી લોહી નીકળવું અને આંખોમાં સોજા જેવા લક્ષણો જોવા મળે છે.” જો કે તેમણે સલાહ આપી કે લોકો ઉતાવળમાં હૉસ્પિટલ ના જવું જોઈએ અને ડૉક્ટરોની સલાહ લેવી જોઇએ.

270395 mask બ્લેક ફંગસ માટે ધોયા વગર માસ્ક છે જવાબદાર? જાણો શું કહે એક્સપર્ટ

શું ધ્યાન રાખવાની જરૂર છે?

  • જો લોકો ઓક્સિજન કોન્સનટ્રેટરનો વપરાશ કરે છે તેમણે હ્યુમિડિફાયર્સને ચોખ્ખા રાખવા અથવા બદલી નાખવા
  • હ્યુમિડિફાયર બોટને સાફ કરવા માટે સામાન્ય સલાઈન પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ અને રોજ બદલવું જોઈએ
  • માસ્કને રોજ જંતુ મુક્ત કરવું જ જોઈએ અથવા તો બદલતા રહેવું જોઈએ
  • જો લોકો સ્ટિરોઈડ લે છે તેમણે ખાસ સુગર લેવલને ચેક કરતા રહેવું જોઈએ

આંખો અને મગજને પહોંચાડે છે નુકસાન

મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ દર્દીના શરીરમાં ઘૂસી જઈને તેની આંખો અને બ્રેઈનને નુકસાન પહોંચાડી શકે છે. આ સાથે જ ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. આ  કારણે જ બ્લેક ફંગસના દર્દીઓમાં આંખોની રોશની જવાની અને જડબા કે નાકમાં સંક્રમણ ફેલાવવાના રિપોર્ટ્સ આવી રહ્યા છે. જેમાં અનેકવાર ઓપરેશન કરીને તે અંગો શરીરમાંથી કાઢવાની નોબત પણ આવી રહી છે. કેટલાક કેસમાં તો દર્દીના જીવ પણ જઈ શકે છે.

આ છે લક્ષણ

બ્લેક ફંગસના લક્ષણની વાત કરીએ તો તેનાથી દર્દીના ચહેરામાં એકબાજુ દર્દ કે સોજાની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત આંખોમાં દુખાવો, ધૂંધળું દેખાવવું, આંખોની રોશની જવી વગેરે આ સંક્રમણના લક્ષણ છે. નાકમાંથી ભૂરું કે કાળા રંગનું ડિસ્ચાર્જ આવવું, અને ચહેરા પર કાળા ધબ્બા, તાવ, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, જીવ ડહોળાવવો, પેટમાં દુખાવો અને ઉલ્ટી વગેરે પણ સમસ્યા થઈ શકે છે.

kalmukho str 19 બ્લેક ફંગસ માટે ધોયા વગર માસ્ક છે જવાબદાર? જાણો શું કહે એક્સપર્ટ