Not Set/ જુઓ, આ છે પેપર લીક મામલાનો મૂળ સુત્રધાર યશપાલસિંહ સોલંકી

વડોદરા, રવિવારે લોક રક્ષક-કોન્સ્ટેબલની યોજવામાં આવેલી પરીક્ષાનું પેપર લીક થવાને લઇ રાજ્યભરમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે મા રુપાણી સરકાર પર વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા ઠીકરું ફોડવામાં આવી રહ્યું છે. બીજી બાજુ આ મામલે માથું ઉચકાયા બાદ સરકાર દ્વારા તાબડતોબ CID ક્રાઈમને તપાસ સોપવામાં આવી હતી. આ તપાસમાં કુલ પાંચ આરોપીઓના નામ ખુલ્યા છે, જેમાં યશપાલસિંહ […]

Top Stories Gujarat Vadodara Trending
yashpal જુઓ, આ છે પેપર લીક મામલાનો મૂળ સુત્રધાર યશપાલસિંહ સોલંકી

વડોદરા,

રવિવારે લોક રક્ષક-કોન્સ્ટેબલની યોજવામાં આવેલી પરીક્ષાનું પેપર લીક થવાને લઇ રાજ્યભરમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે મા રુપાણી સરકાર પર વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા ઠીકરું ફોડવામાં આવી રહ્યું છે.

બીજી બાજુ આ મામલે માથું ઉચકાયા બાદ સરકાર દ્વારા તાબડતોબ CID ક્રાઈમને તપાસ સોપવામાં આવી હતી. આ તપાસમાં કુલ પાંચ આરોપીઓના નામ ખુલ્યા છે, જેમાં યશપાલસિંહ સોલંકી મુખ્ય સુત્રધાર હોવાનું બહાર આવ્યું હતું.

116 9271521539267.jpg?zoom=0 જુઓ, આ છે પેપર લીક મામલાનો મૂળ સુત્રધાર યશપાલસિંહ સોલંકી
gujarat- original source paper leak matter Yashpal Singh Solanki

યશપાલ સોલંકીની વાત કરવામાં આવે તો, તે વડોદરા મહાનગર સેવાસદનના સેનેટરી વિભાગનો કોન્ટ્રકટ કર્મચારી છે અને જે મૂળ લુણાવાડાના છાપરી મુવાડા ગામનો રહેવાસી છે.

જો કે આ મામલે કુલ ૫ આરોપીઓમાંથી ૪ની ધરપકડ થઇ ચુકી છે, પરંતુ મૂળસુત્રધાર એવો યશપાલ સિંહ હજી ફરાર છે અને હાલમાં છાપરી મુવાડા ગામના ઘરે પણ તાળા છે.

કુલ ૫માંથી ચાર આરોપીઓની કરાઈ ધરપકડ 

mantavya 1 જુઓ, આ છે પેપર લીક મામલાનો મૂળ સુત્રધાર યશપાલસિંહ સોલંકી
gujarat- original source paper leak matter Yashpal Singh Solanki
૧. ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રૂપલ શર્મા
૨. અરવલ્લી જિલ્લાના અરજણવાવ વિસ્તારનો મનહર રણછોડભાઈ પટેલ
૩. ગાંધીનગર વાયરલેસ પી.એસ.આઈ પી.વી.પટેલ
૪. બનાસકાંઠા જિલ્લાના ઈડરણા ગામનો મુકેશ મૂળજીભાઈ ચૌધરી
ભાજપના નેતાઓ હોઈ શકે છે શામેલ
bjp and paper leak જુઓ, આ છે પેપર લીક મામલાનો મૂળ સુત્રધાર યશપાલસિંહ સોલંકી
gujarat- original source paper leak matter Yashpal Singh Solanki
આ કુલ ૫ આરોપીમાંથી બે ભાજપના કાર્યકર નીકળ્યા છે, ત્યારે ભાજપના જ કેટલાક રાજકીય વર્ગ ધરાવતા લોકોએ આ કૌભાંડ કર્યું હોય તે વાત માની શકાય છે, જેમાં દિલ્હી ભાજપના પણ નેતા અને પોલીસની ઉચ્ચ એજન્સીઓના અધિકારીઓ પણ શામેલ હોય શકે છે.
આ ઉપરાંત સેનેટરી વિભાગનો કર્મચારી પર શંકાના વમળ સર્જાયા, જયારે વડોદરાના રાજકીય મોરચે ચર્ચા છે કે આરોપી યશપાલ સિંહ સોલંકી વડોદરા મહાનગર સેવાસદનના ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ સાથે ગાઢ સંબંધ ધરાવે છે.બીજી માનવામાં આવી રહ્યું છે કે, કોઈ વગદાર વ્યક્તિઓના નામ ન આવે અને તે બચી જાય તે માટે યશપાલસિંહના માથે ઠીકરું ફોડવામાં આવ્યું હોય શકે છે.