junagdha/ પૂર્વ જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ કરસન ધડુકના રિસોર્ટમાંથી જુગારધામ પકડાયુ

પૂર્વ જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ કરસન ધડુકના રિસોર્ટમાંથી જુગારધામ પકડાયુ છે. એસઓજી અને બી ડીવિઝન પોલીસે એસલ્પાર્ક રિસોર્ટમાં રેડ પાડ્યા બાદ 14 લાખની રોકડ

Gujarat Others
JUNG પૂર્વ જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ કરસન ધડુકના રિસોર્ટમાંથી જુગારધામ પકડાયુ

પૂર્વ જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ કરસન ધડુકના રિસોર્ટમાંથી જુગારધામ પકડાયુ છે. એસઓજી અને બી ડીવિઝન પોલીસે એસલ્પાર્ક રિસોર્ટમાં રેડ પાડ્યા બાદ 14 લાખની રોકડ સહિત 50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જૂનાગઢ ભાજપનાં નેતા અને પૂર્વ શહેર પ્રમુખ કરશન ધડુકના બંને પુત્ર મનીષ ધડુક અને વિરલ ધડુક સહિત 20 જુગારીઓ ઝડપાયા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના મોટા નેતાના રિસોર્ટમાંથી જુગારધામ ઝડપાતા ભાજપ પાર્ટીમાં અનેક ચર્ચાઓ વહેતી થઈ છે.

હાઇફાઇ અને પ્રોફાઈલ જુગારધામ પકડી પાડતી એસ ઓ જી અને બી ડિવિઝન પોલીસ દ્વારા પૂર્વ જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ કરસન ધડુકના રિસોર્ટમાંથી પકડવામાં આવેલા જુગારીઓમાં અલગ અલગ શહેર જેવા કે, રાજકોટ, જામનગર, જૂનાગઢના જુગારીઓ પણ પકડઇ આવ્યા હોવાથી હાલ સૌરાષ્ટ્ર ભાજપમાં મોટી હલચલ જોવામા આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya Newsની નવી મોબાઇલ એપ્લિકેશન….