Covid-19/ સરકારની નવી ગાઈડલાઈન જાહેર, રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધારો, જાણો નવી ગાઈડલાઇનના નિયંત્રણો

લગ્ન માં ખુલા માં 400 ની ક્ષમતા અને બંધ સ્થળોએ જગ્યા ની ક્ષમતા ના 50 ટકા લોકો જ હાજરી આપી શકશે. તો સાથે અંતિમક્રિયામાં 100 માણસોની  મંજૂરી આપવામાં આવી છે.

Top Stories Gujarat Trending
ધામી 6 સરકારની નવી ગાઈડલાઈન જાહેર, રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધારો, જાણો નવી ગાઈડલાઇનના નિયંત્રણો

રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં વકરી રહેલા કોરોના અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આજે પૂર્ણ થતાં વર્તમાન કોરોના ગાઈડલાઇન સંદર્ભે આજે નવી કોરોનાણી ગાઈડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેમાં રાજ્યના દસ શહેરોમાં રાત્રિ કરફયુની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. સાથે બીજા પણ અનેક નિયંત્રણો નાંખી દેવામાં આવ્યા છે.

કર્ફ્યૂની સમય મર્યાદામાં 8 મહાનગરમાં વધુ 2 શહેરો ઉમેરાયા છે. તો સાથે રાત્રે 10 થી 6 કરફ્યુ અમલી કરવામાં આવ્યો છે. આ નવી ગાઈડલાઇન આવતીકાલથી અમલમાં આવશે.

તો શાળાએ જતાં બાળકો માટે પણ નવી ગાઈડ લાઇન અનુસાર ધો.1 થી 9 ઓનલાઇન શિક્ષણ શરૂ કરવા આદેશ આપવામાં આવ્યા છે. આગામી 31 જાન્યુ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવશે. ધો.9 થી પોસ્ટ ગ્રેડજયુએટ  કોર્ષ સુધીના કોચિંગ સેન્ટર, ટ્યુશન કલાસીસ તેમજ તમામ સ્પર્ધાત્મક ભરતી અંગે ની પરીક્ષા માટે ના કોચિંગ સેન્ટ્ ર 50 ટકાની ક્ષમતા મુજબ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

તો શહેરોમાં બાગ બગીચા પણ હવે રાત્રી ના 10 સુધી ખુલ્લા રહેશે. ઓડિટોરિયમ અને એસેમ્બલી હોલ, મનોરંજક, લાઇબ્રેરી , વોટર પાર્ક, સ્વામીનિંગ પુલ સ્થળો બેઠક ની ક્ષમતા ના 50 ટકા રાખવી.  લગ્ન માં ખુલા માં 400 ની ક્ષમતા અને બંધ સ્થળોએ જગ્યા ની ક્ષમતા ના 50 ટકા લોકો જ હાજરી આપી શકશે. 

તો સાથે અંતિમક્રિયામાં 100 માણસોની  મંજૂરી આપવામાં આવી છે.  સ્પોર્ટ કોમ્પલેક્ષ, સ્ટેડિયમ, અને સંકુલમાં રમતગમત પ્રેક્ષકો ની ઉપસ્થિતી વગર ચાલુ રાખી શકશે.  શાળા કોલેજ અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષા ઓ તેમજ સ્પર્ધાત્મક ભરતી અંગે ની પરીક્ષા ઓ કોરોના ની ગાઈડલાઈન મુજબ યોજી શકાશે

દુકાનો રાત્રે 10 સુધી જ ખુલ્લી રાખી શકાશે. તો હોટલ, રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે. હોટલ, રેસ્ટોરન્ટને 75 ટકા ક્ષમતા સાથે જ મંજૂરી આપવામાં આવી છે.

ધામી 2 સરકારની નવી ગાઈડલાઈન જાહેર, રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધારો, જાણો નવી ગાઈડલાઇનના નિયંત્રણો

ધામી 3 સરકારની નવી ગાઈડલાઈન જાહેર, રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધારો, જાણો નવી ગાઈડલાઇનના નિયંત્રણો

ધામી 4 સરકારની નવી ગાઈડલાઈન જાહેર, રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધારો, જાણો નવી ગાઈડલાઇનના નિયંત્રણો

ધામી 5 સરકારની નવી ગાઈડલાઈન જાહેર, રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધારો, જાણો નવી ગાઈડલાઇનના નિયંત્રણો