Kutch/ કોંગ્રેસે લગાવ્યા ભાજપ પર આક્ષેપો

ભાજપે આ તમામ આક્ષેપોને ફગાવ્યા

Gujarat Others
bjp cong કોંગ્રેસે લગાવ્યા ભાજપ પર આક્ષેપો

રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં પાલિકા પંચાયતોની કુલ 8302 બેઠકો માટે 22,116 ઉમેદવારો આજે આમને સામને છે. 240 બેઠકો પહેલાથી જ  બિનહરીફ જાહેર થયેલી છે. 36,218 મતદાન મથકો પરથી 2.97 કરોડ મતદારો પોતાના સ્થાનિક પ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન કરશે.

દરેક બેઠકો પર દરેક પક્ષ આમને સામને કાંટાની ટક્કર લઇ રહ્યા હોય છે. ત્યારે કચ્છ માંડવી નગરપાલિકા માટે મતદાનની વાત કરીએ તો આ બેઠક પર આક્ષેપબાજી ચાલુ થઇ હતી. કોગ્રેસ અને ભાજપ સામસામે આવ્યા હતા. કોંગ્રેસે ભાજપના ઉમેદવાર પર આક્ષેપો કર્યા હતા કે ભાજપ દ્વારા પૈસા આપી મતદાન કરાવવામાં આવ્યું છે. આ સમગ્ર આક્ષેપો સાથે કોંગ્રેસે ચૂંટણપંચમાં ફરિયાદ કરી હતી. તો બીજી તરફ ભાજપે આ તમામ આક્ષેપોને ફગાવ્યા હતા.